મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગમાં રોજગાર મેળાનું આયોજન

વડોદરામાં લગભગ 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ,જેમાંથી મહત્તમ 51 ઉમેદવારો રેલવેના. આ રોજગાર મેળામાં બિહાર અને યુપીના બે દિવ્યાંગ ઉમેદવારને મળી રોજગારની તક.  

પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગમાં રોજગાર મેળાનું આયોજન

વડોદરા : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ 12મી જુલાઈ, 2025ના રોજ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 16માં રોજગાર મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી એ 51,000 થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ. આ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી એ આ નવનિયુક્ત કામદારોને સંબોધન પણ કર્યુ.

16મા રોજગાર મેળાનું આયોજન ભારતીય રેલવે દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં, રેલવે, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, પોસ્ટ, વીજળી, શ્રમ સહિત લગભગ 14 મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે વડોદરા મંડળના પ્રતાપનગર સ્થિત રેલવે ઓડિટોરિયમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે, શાખા અધિકારીઓ અને મંડળના રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા.

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં આયોજિત રોજગાર મેળામાં, લગભગ 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ રેલવેના 51 ઉમેદવારો સામેલ હતા. આ ઉપરાંત, ટપાલ વિભાગ અને મહેસૂલ (સીબીઆઈસી) ના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.

આ રોજગાર મેળામાં બિહારના દિવ્યાંગ ઉમેદવાર રોશન કુમાર આટલા પ્રયત્નો પછી પોતાની પહેલી સરકારી નોકરી મેળવીને ઉત્સાહિત છે.  હવે તેઓ વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનમાં ટેકનિશિયન તરીકે પોસ્ટેડ છે. તદુપરાંત પ્રિયંકા કુમારી પણ  એક દિવ્યાંગ ઉમેદવાર છે જેઓ વડોદરા ડિવિઝનમાં ટેકનિશિયન તરીકે પોસ્ટેડ છે અને સરકારી નોકરી મેળવીને ઉત્સાહિત છે.  બંને ઉમેદવારોએ આ ક્ષણની પ્રશંસા કરી અને તેમને આ તક આપવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારનો આભાર માન્યો. વડોદરામાં નિમણૂક પત્ર મેળવનાર બંને જૂથના એકમાત્ર દિવ્યાંગ ઉમેદવારો છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ, રાજકોટ અને રતલામ મંડળમાં પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું  હતું. રોજગાર મેળો, રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પહેલ છે. રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશભરમાં રોજગાર મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે.
 

fashion

સંબંધિત સમાચાર

travel