મુખ્ય સામગ્રી પર જાઓ

ખેડૂતો માટે સતત અવાજ ઉઠાવનાર ભરતસિંહ ઝાલાને ભાજપ સરકારે સચિવાલયમાં બ્લેક લિસ્ટ કર્યા: ઈસુદાન ગઢવી

દુષ્કાળ જાહેર કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને મળવા જઈ રહેલા ભરતસિંહને સચિવાલયમાં રોકી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે બ્લેકલિસ્ટ છો. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને વિપક્ષી નેતાઓ દ્વારા સતત સરકાર વિરુદ્ધ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.

ખેડૂતો માટે સતત અવાજ ઉઠાવનાર ભરતસિંહ ઝાલાને ભાજપ સરકારે સચિવાલયમાં બ્લેક લિસ્ટ કર્યા: ઈસુદાન ગઢવી

અમદાવાદ / દેવભૂમિ દ્વારકા / ગીર સોમનાથ / પોરબંદર / જામનગર / ગુજરાત | આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 1985થી ખેડૂતો માટે લડત લડતા ભરતસિંહ ઝાલા, જ્યારે ગઈકાલે ગાંધીનગરમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરાવવા માટે મુખ્યમંત્રીને મળવા જતા હતા ત્યારે તેમને સચિવાલયમાં જ રોકી દેવામાં આવ્યા અને સચિવાલયમાં એવું કહેવામાં આવ્યું કે “તમે બ્લેક લિસ્ટ છો..” ભાજપનો જન્મ થયો ન હતો એ પહેલાથી જે ખેડૂતો માટે લડત લડે છે, ખેડૂતોની ચિંતા કરે છે, એવા ખેડૂત આગેવાનને આ ભાજપે એવું કહીને રોકી દીધા કે “તમે બ્લેક લિસ્ટ છો.” હવે ખેડૂતોએ જાગવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં ચૂંટણી આવે છે એ દરેક ગામમાંથી અને દરેક જગ્યાએથી ભાજપના નેતાઓને હવે બ્લેકલિસ્ટ કરવાનું શરૂ કરો.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, બધાને કહી દો કે “ભાજપમાં સગો મામો પણ ઉભો હોય, એ પણ મહાકાય રાક્ષસ છે, રાવણ છે, કંસ છે અને આ લોકોને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે અને તમામ જગ્યાએથી ભાજપને હવે બ્લેકલિસ્ટ કરો.” હું ભરતસિંહ ઝાલાને વર્ષોથી ઓળખું છું, પોતે કોઈપણ અપેક્ષા રાખ્યા વગર ખેડૂતો માટે વર્ષોથી એ લડત લડે છે, રિક્ષામાં અને બસમાં જઈને પણ ખેડૂતોની મદદ કરે છે અને બીજી બાજુ મુખ્યમંત્રી આપણા પૈસાના હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેનમાં ફરે છે એણે ભરતસિંહ ઝાલાને બ્લેકલિસ્ટ કરી દીધા. શા માટે? તો એ ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે એટલા માટે. તો તમામ લોકોને મારી વિનંતી છે કે હવે ભરતસિંહ ઝાલાને સાથ આપીએ અને ભાજપને આખા ગુજરાતમાંથી બ્લેક લિસ્ટ કરીએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: સરકાર ભાજપ સરકાર સચિવાલય ભરતસિંહ ઝાલા

સંબંધિત સમાચાર