મુખ્ય સામગ્રી પર જાઓ

ખેતરમાં નંખાતા વીજપોલ સહિત અનેક મુદ્દે AAPનું 5 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન

AAP ધારાસભ્ય હેમંત ખવાએ મોટી સંખ્યામાં ખેડૂતોને સામૂહિક ઉપવાસ આંદોલનમાં હાજર રહેવા કરી અપીલ. ખેડૂતોની જે માંગણીઓ, જમીનના ભાવ ઘટી જવાના પ્રશ્નો, વીજપોલ આવવાથી જે અન્ય પ્રશ્નો ઉભા થશે એના માટે ખેડૂતોની લડત હજુ ચાલુ છે. ખેડૂતોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉપસ્થિત રહે એવી મારી અપીલ.

ખેતરમાં નંખાતા વીજપોલ સહિત અનેક મુદ્દે AAPનું 5 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન

અમદાવાદ : આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આવતીકાલે આયોજિત સામૂહિક ઉપવાસના કાર્યક્રમ મુદ્દે પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં નાંખવામાં આવતા થાંભલાના મુદ્દે સહિત અનેક સમસ્યાઓ મુદ્દે ગુજરાતના ખેડૂતો ઘણા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોને આંશિક રાહત થાય એ રીતની ગઈકાલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. પરંતુ ખેડૂતોની જે માંગણીઓ છે અને જમીનના ભાવ ઘટી જવાના પ્રશ્નો છે અને વીજપોલ આવવાથી જે અન્ય પ્રશ્નો ઉભા થશે એના માટે ખેડૂતોની લડત હજુ ચાલુ છે.

વધુમાં ધારાસભ્ય હેમંત ખોવાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આ લડતને અનુલક્ષીને 5 જુલાઈ 2026 અને રવિવારના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સામુહિક પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખેડૂતોની સમસ્યાઓને ટેકો આપવા માટે અને ખેડૂતોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉપસ્થિત રહે એવી મારી અપીલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ઉપવાસ આંદોલન વીજપોલ

સંબંધિત સમાચાર