મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

કિયા ઇન્ડિયાએ ભારતીય રસ્તાઓ પર 5 લાખ કનેક્ટેડ કાર્સનો આંકડો પાર કર્યો, નવો માઇલસ્ટોન

કિયા ઇન્ડિયાએ ભારતમાં 5 લાખ કનેક્ટેડ કાર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે! આ સિદ્ધિ કિયાની અદ્યતન કનેક્ટેડ ટેક્નોલોજી અને ગ્રાહકોના વધતા વિશ્વાસને દર્શાવે છે. હવે કિયાના કુલ વેચાણમાંથી 40% કાર્સ કનેક્ટેડ છે – એટલે કે દર 10માંથી 4 કાર્સ ccNC પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે.

કિયા ઇન્ડિયાએ ભારતીય રસ્તાઓ પર 5 લાખ કનેક્ટેડ કાર્સનો આંકડો પાર કર્યો, નવો માઇલસ્ટોન

નવી દિલ્હી ;  દેશમાં ટેક-આધારિત અને કનેક્ટેડ મોબિલીટીને સક્ષમ બનાવવામાં અનેક અગ્રણીઓમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવતા કિયા ઇન્ડિયાએ ભારતીય માર્ગો પર 500,000 કનેક્ટેડ કાર્સને વટાવીને નોંધપાત્ર સીમાચિહ્નની ઘોષણા કરી છે. આ સિદ્ધિ કિયાની ઇન્ટેલિજન્ટ મોબિલીટી ઇકોસિસ્ટમને ગ્રાહકો દ્વારા દ્રઢ રીતે અપનાવવાની વૃત્તિને પ્રતિબિંબીત કરે છે, જેમાં કનેક્ટેડ કાર વેરિયન્ટ હવે કંપનીના ઘરેલુ જથ્થાબંધ વોલ્યુમમાં આશરે 40%નો હિસ્સો ધરાવે છે. ccNC સાથે કિયા કનેક્ટ દ્વારા સક્ષમ, આ સફળતા અંતરાયમુક્ત, ડિજીટલ-ફર્સ્ટ મોબિલીટી અનુભવોમાં કિયા ઇન્ડિયાની વધી રહેલી આગેવાની પર ભાર મુકે છે.

આ સીમાચિહ્નમાં કિયા સેલ્ટોસ મુખ્ય યોગદાન આપનાર છે, જે કિયાના કુલ કનેક્ટેડ કાર વેચાણમાં લગભગ 70% હિસ્સો ધરાવે છે. સોનેટ અને કેરેન્સ પણ આ સીમાચિહ્નમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, સેલ્ટોસનો ગાઢ રીતે પીછો કરી રહી છે અને કિયા ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં કનેક્ટેડ સુવિધાઓની વ્યાપક માંગને પ્રકાશિત કરે છે. ઓટોમોટિવ ઉદ્યોગમાં કિયાના ટેકનોલોજી નેતૃત્વ પર ટિપ્પણી કરતા, કિયા ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અતુલ સૂદે જણાવ્યું હતું કે, "કિયા ઇન્ડિયાએ તેની વાહન ડિઝાઇન શ્રેષ્ઠતા અને ટેકનોલોજી નેતૃત્વ દ્વારા સતત પોતાને અલગ પાડી છે. કિયા ડ્રાઇવ ગ્રીન જેવી કનેક્ટેડ સુવિધાઓ અને ગ્રાહક જોડાણ પહેલને વધારવા પર અમારા સતત ધ્યાનથી અમારા કનેક્ટેડ ઇકોસિસ્ટમમાં અપનાવવા અને ક્રિયાપ્રતિક્રિયાને મજબૂત બનાવવામાં આવી છે. કોમ્પ્લિમેન્ટરી સબ્સ્ક્રિપ્શન સમયગાળા પછી મજબૂત ગ્રાહક રીટેન્શન કિયા કનેક્ટની સતત સુસંગતતા અને લાંબા ગાળાના મૂલ્ય પર ભાર મૂકે
છે”.

વર્તમાન રીટેન્શન ટ્રેન્ડ દર્શાવે છે કે ગ્રાહકો કનેક્ટિવિટી સુવિધાઓના અનુભવથી સંતુષ્ટ હોવાથી રિન્યુઅલ માટે પાછા ફરી રહ્યા છે. કિયા અદ્યતન કનેક્ટેડ કાર ટેકનોલોજી રજૂ કરવામાં મોખરે રહી છે, જેમાં ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક સૌથી લોકપ્રિય સુવિધાઓનો સમાવેશ થાય છે:

• કનેક્ટેડ કાર નેવિગેશન કોકપિટ: સહજ ઇન્ટરફેસ, અંતરાયમુક્ત કનેક્ટિવીટી અને એડવાન્સ્ડ OTA ક્ષમતાઓ ડિલીવર કરે છે જેથી વાહનને અદ્યતંન સોફ્ટવેર અને ઍપ સુરક્ષિત, સરળ ડ્રાઇવ માટે અપડેટ રાખી શકાય

• પ્લાન્ટ ઓવર-ધ-એર અપડેટ્સ: પ્લાન્ટ ખાતે વાહનને સોફ્ટવેરથી રિમોટલી અપડેટ કરે છે, જે કનેક્ટેડ કાર્સને અદ્યતન ફ્યુચર્સ અને પહેલા જ દિવસથી રેડી-ટુ-ડ્રાઇવ સ્થિતિમાં ડિલીવર કરવામાં આવે છે તેની ખાતરી કરી શકાય.

• કિયા રિમોટ ડાયગ્નોસ્ટિક્સ સાથે ઓવર-ધ-એર (OTA) સોફ્ટવેર અપડેટ્સ: રિમોટ વાહન ડાયગ્નોસ્ટિક્સ અને ઓવર-ધ- એર અપડેટ્સ, ડીલરશીપ મુલાકાતો ઘટાડે છે.

• ડિજિટલ કી 2.0: UWB અથવા NFC ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટફોન અથવા સ્માર્ટવોચ-આધારિત ઍક્સેસ અને ડ્રાઇવિંગ

• સરાઉન્ડ વ્યૂ મોનિટર (SVM): કિયા કનેક્ટ એપ્લિકેશન દ્વારા રીઅલ-ટાઇમ 360-ડિગ્રી વાહન વ્યૂ, વાહનથી દૂર હોવા છતાં પણ સલામતીમાં વધારો કરે છે

• બહુભાષી વૉઇસ રેકગ્નિશન સપોર્ટ: અંગ્રેજી, હિન્દી, તમિલ અને બંગાળી સહિત બહુવિધ ભાષાઓમાં વૉઇસ કમાન્ડનો ઉપયોગ કરીને વાહનના કાર્યોને નિયંત્રિત કરો, સાથે ટૂંક સમયમાં વધુ કમાન્ડ્સ આવશે. ઇલેક્ટ્રિક વાહનોની રજૂઆત સાથે, કિયા ઇન્ડિયાએ તેના કનેક્ટેડ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી છે, EV સેગમેન્ટમાં 100% કનેક્ટેડ કાર પેનિટ્રેશન હાંસલ કર્યું છે.

લોકપ્રિય EV-વિશિષ્ટ કનેક્ટેડ સુવિધાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

• ડ્રાઇવ ગ્રીન: એક ગેમિફાઇડ એંગેજમેન્ટ પ્લેટફોર્મ જે વર્ચ્યુઅલ ટ્રી ગ્રોથ દ્વારા ગ્રાહકોના ઇકો-ઇમ્પેક્ટને વિઝ્યુઅલાઇઝ કરે છે

• કિયા સ્માર્ટ કનેક્ટેડ હોમ ચાર્જર્સ: ઝડપી, કનેક્ટેડ હોમ ચાર્જિંગ સોલ્યુશન્સ 7.4 kW અને 11 kW વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

fashion

સંબંધિત સમાચાર

travel