મુખ્ય સામગ્રી પર જાઓ

કિયા ઈન્ડિયા બોલકિડ્સ પ્રોગ્રામથી યુવાનોને તક

દેશની જાણીતી વાહન ઉત્પાદક કંપની અને ઓસ્ટ્રેલિયન ઓપનની લાંબા સમયની ભાગીદાર એવી કિયા ઈન્ડિયા દ્વારા ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર સતાવીસ માટે 'કિયા ઈન્ડિયા બોલકિડ્સ પ્રોગ્રામ'માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા ભારતના યુવા ટેનિસ ઉત્સાહીઓને વિશ્વસ્તરીય રમતગમતની આ ઇવેન્ટમાં નજીકથી જોડાવાની અને ભાગ લેવાની અદ્ભુત તક પ્રાપ્ત થશે.

કિયા ઈન્ડિયા બોલકિડ્સ પ્રોગ્રામથી યુવાનોને તક

નવી દિલ્હી |  દેશની અગ્રણી 'માસ-પ્રીમિયમ' વાહન ઉત્પાદક કંપની અને ઓસ્ટ્રેલિયન ઓપનની લાંબા સમયની ભાગીદાર 'કિયા ઈન્ડિયા'એ આજે AO27 માટે 'કિયા ઈન્ડિયા બોલકિડ્સ પ્રોગ્રામ'માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ યુવા ટેનિસ ઉત્સાહીઓને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રમતગમતની ઘટનાઓમાંની એકને નજીકથી અનુભવવાની તક પૂરી પાડે છે.

12-15 વર્ષની વયનાં છોકરા-છોકરીઓ સમર્પિત પ્રોગ્રામ માઈક્રોસાઈટ દ્વારા ડિજિટલી તેમની એન્ટ્રી સુપરત કરી શકે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ટેનિસનો કોઈ અગાઉનો અનુભવ જરૂરી નથી. કાર્યક્રમ પાત્રતાના માપદંડો, રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે કૃપા કરીને 'કિયા ઈન્ડિયા બોલકિડ્સપ્રોગ્રામ એટ AO27 | ઓફિશિયલ પોર્ટલ'ની વિઝિટ કરો.

આ પ્રસંગે બોલતાં કિયા ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી અતુલ સૂદે કહ્યું, "ઓસ્ટ્રેલિયન ઓપન સાથેના અમારા લાંબા સમયના જોડાણે અમને વિશ્વની કેટલીક સૌથી રોમાંચક ટેનિસ ક્ષણોનો હિસ્સો બનવાની અને વિવિધ બજારોમાં ચાહકો સાથે જોડાવાની તક આપી છે. AO27 માટે 'કિયા ઈન્ડિયા બોલકિડ્સ પ્રોગ્રામ' દ્વારા અમે ભારતના યુવા ટેનિસ ઉત્સાહીઓ સુધી આ જોડાણનો વિસ્તાર કરતાં આનંદ અનુભવીએ છીએ. આ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતનો અનુભવ કરવાની અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમતની ગતિવિધિઓનો હિસ્સો બનવાની તક આપશે. અમે દેશભરના યુવા સહભાગીઓને પસંદગી પ્રક્રિયામાં ભાગ લેતા જોવા માટે ઉત્સુક છીએ, જેમાંથી ચાર જણને આખરે સત્તાવાર ઓસ્ટ્રેલિયન ઓપન બોલકિડ્સ બનવાની અને મેલબોર્નમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે."

ડિજિટલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાદ કિયા ઈન્ડિયા દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં સિટી ટ્રાયલ્સનું આયોજન કરશે, જેનાથી દેશભરના મહત્ત્વાકાંક્ષી બોલકિડ્સને પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળશે. દરેક શહેરમાંથી 20 સહભાગીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, જેઓ 24-25 ઓક્ટોબર, 2026ના રોજ દિલ્હીમાં યોજાનારા 'નેશનલ ટ્રાયલ્સ'માં ભાગ લેશે. આ નેશનલ ટ્રાયલ્સના અંતે ચાર વિજેતાઓની પસંદગી કરવામાં આવશે, જેઓ અધિકૃત 'ઓસ્ટ્રેલિયન ઓપન બોલકિડ્સ' બનશે અને મેલબર્નમાં યોજાનારી ઓસ્ટ્રેલિયન ઓપન 2027માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Tags: Kia India Australian Open Kia India Ballkids Program Ballkids Program બોલકિડ્સ પ્રોગ્રામ ઓસ્ટ્રેલિયન ઓપન કિયા ઈન્ડિયા કિયા ઈન્ડિયા બોલકિડ્સ પ્રોગ્રામ

સંબંધિત સમાચાર