અમદાવાદ: ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટ LG ઇલેક્ટ્રોનિક્સની પેટાકંપની LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ (LGEIL) એ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ National Stock Exchange (NSE) પર પોતાના શેરનું લિસ્ટિંગ (Listing) કર્યું છે. કંપનીએ આ સિદ્ધિ સાથે પોતાનું ભાવિ વિઝન 'નેશનલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા' તરીકે રજૂ કર્યું છે. મીડિયા અહેવાલ મુજબ, LG ના CEO વિલિયમ ચો એ સ્પષ્ટ કર્યું કે ભારત હવે તેમની 'Global South' વ્યૂહરચનાનું મુખ્ય કેન્દ્ર છે. આ પગલા દ્વારા કંપની Make In India પહેલ હેઠળ દેશના આર્થિક વિકાસમાં લાંબા ગાળાના ભાગીદાર તરીકેની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનું લિસ્ટિંગ અને વિઝન?
સોમવાર, ૧૪ ઓક્ટોબરના રોજ મુંબઈમાં NSE ખાતે આયોજિત લિસ્ટિંગ અને વિઝન જાહેરાત સમારોહમાં LG ઇલેક્ટ્રોનિક્સના CEO વિલિયમ ચો અને NSE ના CEO આશિષ ચૌહાણ સહિત રોકાણકારો અને વિશ્લેષકોએ હાજરી આપી હતી. બજારના ઉદઘાટન સમયે ઔપચારિક બેલ વગાડીને LGEIL ના ટ્રેડની શરૂઆતની ઉજવણી કરવામાં આવી હતી.
આ લિસ્ટિંગ ભારતીય બજારમાં LGની મજબૂત સ્થિતિને દર્શાવે છે. કંપની માને છે કે ભારતમાં વધતી આવક અને મધ્યમ વર્ગના પરિવારોનો વિસ્તાર ઉપકરણોના સ્વીકારને પ્રોત્સાહન આપી રહ્યો છે, જે તેના વિકાસને વેગ આપશે.
મધ્યમ વર્ગ બનશે મુખ્ય ગ્રોથ એન્જિન
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG)ના આંકડાઓ મુજબ, મધ્યમ આવક જૂથ (વાર્ષિક આવક US$6,000-36,000) માં ભારતીય પરિવારોનું પ્રમાણ ૨૦૨૦ માં ૨૯ ટકા હતું, જે ૨૦૩૦ સુધીમાં વધીને ૪૬ ટકા થવાનો અંદાજ છે. LG ને આર્થિક ગતિનો સીધો લાભ મળવાની અપેક્ષા છે.
LG ઇલેક્ટ્રોનિક્સના CEO વિલિયમ ચોએ જણાવ્યું, "ભારત હવે અમારી ગ્લોબલ વ્યૂહરચનાના કેન્દ્રમાં છે. અમે LG અને LGEIL બંનેના વિકાસને આગળ વધારવા માટે આતુર છીએ."
ભાવિ વિઝન: Make For India, Make India Global
NSE પરના પ્રવેશ સાથે, LG એ ભારતમાં તેનું નેતૃત્વ જાળવી રાખવા માટે લાંબા ગાળાનું વિઝન રજૂ કર્યું છે. ભારતની મોટી વસ્તી અને વિશ્વના સૌથી મોટા સંભવિત બજારોમાંના એકને ધ્યાનમાં રાખીને, કંપની સ્થાનિક ગ્રાહક જરૂરિયાતોને અનુરૂપ તેની વ્યૂહરચનાઓનો વિસ્તાર કરશે.
LGનો હેતુ ઑફલાઇન ચેનલમાં બજાર હિસ્સા દ્વારા ભારતમાં મુખ્ય ઘરેલુ ઉપકરણો અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં નંબર વન ખેલાડી તરીકેની તેની વર્તમાન સ્થિતિ જાળવી રાખવાનો છે. આ માટે તેમનો ત્રિ-આયામી મંત્ર છે: 'Make for India, Make In India, Make India Global'. આ વિઝન દ્વારા કંપની ભારતમાં ઉત્પાદન વધારશે અને તેને વૈશ્વિક બજારોમાં પણ સ્થાન આપશે.