મુખ્ય સામગ્રી પર જાઓ

મહારાષ્ટ્રનાં ઘાઘબારીમાં ભારે વરસાદથી સાપુતારા–નાસિક માર્ગ બીજા દિવસે બંધ:- એસ.ટી. બસ સેવા ઠપ્પ

સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સાપુતારા–નાસિક આંતરરાજ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાઘબારી આર.ટી.ઓ.ચેકપોસ્ટ નજીક લગભગ બે કિલોમીટર વિસ્તારમાં માર્ગનું ડાયવર્ઝન આપવામાં આવ્યુ હતુ.જોકે ભારે વરસાદના પગલે ડાયવર્ઝન અપાયેલ કાચા માર્ગમાં કાદવ કીચડ થઈ જતા કાદવમાં ભારે વાહનો ખૂંપી જતાં માર્ગ વાહનવ્યવહાર માટે જોખમી બન્યો હતો.પરિણામે ભારે વાહનોનાં અવરજવર માટે આ માર્ગ સમસ્યારૂપ બન્યો છે.

મહારાષ્ટ્રનાં ઘાઘબારીમાં ભારે વરસાદથી સાપુતારા–નાસિક માર્ગ બીજા દિવસે બંધ:- એસ.ટી. બસ સેવા ઠપ્પ

સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સાપુતારા–નાસિક આંતરરાજ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાઘબારી આર.ટી.ઓ.ચેકપોસ્ટ નજીક લગભગ બે કિલોમીટર વિસ્તારમાં માર્ગનું ડાયવર્ઝન આપવામાં આવ્યુ હતુ.જોકે ભારે વરસાદના પગલે ડાયવર્ઝન અપાયેલ કાચા માર્ગમાં કાદવ કીચડ થઈ જતા કાદવમાં ભારે વાહનો ખૂંપી જતાં માર્ગ વાહનવ્યવહાર માટે જોખમી બન્યો હતો.પરિણામે ભારે વાહનોનાં અવરજવર માટે આ માર્ગ સમસ્યારૂપ બન્યો છે.જ્યારે કાર જેવા નાના વાહનો નાનકડી જગ્યામાંથી પસાર થઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ માર્ગ અવરોધિત થતા સાપુતારા–નાસિક વચ્ચેની ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસ સેવા સતત બીજા દિવસે પણ સંપૂર્ણપણે ઠપ્પ રહી હતી.

જેના કારણે મહારાષ્ટ્ર તરફ જવા ઇચ્છતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ચાણસ્મા, પાટણ, ભાવનગર, હિંમતનગર સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી નાસિક અને શિરડી,પુણે તરફ જતી લાંબા અંતરની એસ.ટી. બસો સાપુતારા બસ સ્ટેન્ડ સુધી જ દોડાવવામાં આવી હતી.આ માર્ગ જોખમી બનતા બસોને આગળ ન લઈ જતા સાપુતારા એસટી ડેપો ખાતે ખડકી દેવામાં આવી હતી.જેના પરિણામે સાપુતારા બસ ડેપો પર બસોનો ખડકલો જોવા મળ્યો હતો.સાપુતારા-નાસિક માર્ગ ક્યારે પુનઃ શરૂ થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા ન થતા મુસાફરોમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલમાં મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનું સ્થાનિક તંત્ર દ્વારા માર્ગ પરથી કાદવ દૂર કરી વાહનવ્યવહાર વહેલી તકે પુનઃ શરૂ થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે સતત વરસાદને કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Tags: મહારાષ્ટ્ર સાપુતારા–નાસિક માર્ગ એસ.ટી. બસ ઘાઘબારીમાં ભારે વરસાદ

સંબંધિત સમાચાર