મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

'વેજ.ચાઉમીન' આ રીતે બનાવો ઘરે, ક્યારે બહાર ખાવાનું મન નહિં થાય

તમે પણ ચાઉમીન ખાવાના શોખીન છો અને દર વખતે બહારથી જ લાવો છો તો આ રેસિપી નોંઘી લો તમે અને ઘરે આ રીતે બનાવો ચાઉમીન. ચાઉમીન ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. જો તમે આ રીતે ચાઉમીન બનાવશો તો ટેસ્ટમાં એકદમ બહાર જેવું જ બનશે અને ખાવાની પણ મજા આવશે. તો નોંધી લો આ રીત અને ઘરે બનાવો તમે પણ ચાઉમીનય

'વેજ.ચાઉમીન' આ રીતે બનાવો ઘરે, ક્યારે બહાર ખાવાનું મન નહિં થાય

સામગ્રી

 

200 ગ્રામ ચાઉમીન નુડલ્સ

 

એક ઝીણી સમારેલી ડુંગળી

 

એક ઝીણું સમારેલું ગાજર

 

એક કપ કાપેલી કોબીજ

 

એક કપ કટ કરેલા શીમલા મરચા

 

3 થી 4 કળી કટ કરેલું લસણ

 

2 ટેબલસ્પૂન સોયા સોસ

 

1 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ

 

½ ટેબલસ્પૂન ટોમેટે કેચપ

 

½ ટેબલસ્પૂન ખાંડ

 

1 ટીસ્પૂન કાળામરીનો પાવડર

 

બનાવવાની રીત

      ચાઉમીન બનાવવા માટે સૌ પ્રથમ મીડિયમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો.

      આ પાણીમાં મીઠું અને 2 ચમચી તેલ નાંખો અને ઉકાળવા દો.

      પાણી થોડુ ઉકળવા લાગે એટલે એમાં ચાઉમીન નુડલ્સ એડ કરો.

      ત્યારબાદ બીજા ગેસ પર મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.

      આ તેલમાં લસણ નાંખો સાંતળો.

      ત્યારબાદ આ તેલમાં ડુંગળી નાંખો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.

      પછી સોયા સોસ, ગ્રીન ચિલી સોસ અને ટોમેટો કેચઅપ મિક્સ કરો.

      આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી કાળા મરીનો પાવડર, ખાંડ અને મીઠુ નાંખીને 2 મિનિટ સુધી થવા દો.

      હવે ચાઉમીનમાંથી પાણી કાઢી લો અને બે મિનિટ માટે કાણાંવાળા વાસણમાં મુકી રાખો.

      પછી આ મિશ્રણમાં બરાબર મિક્સ કરી લો.

      ચાઉમીન નાખ્યા પછી મિશ્રણને 5 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરી દો.

      ગેસ બંધ કર્યા પછી ચાઉમીનને એક પ્લેટમાં લઇ લો.

      તો તૈયાર છે વેજીટેરિયન ચાઉમીન.

      આ ચાઉમીન તમે એક વાર ઘરે બનાવીને ખાશો તો ક્યારે પણ બહાર ખાવા નહિં જાવો. તો ટ્રાય કરો તમે પણ.

fashion

સંબંધિત સમાચાર

travel