મુંબઈ : 13 દેશોમાં 400થી વધુ શોરૂમ ધરાવતી અને વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે, તેલંગાણાના હૈદરાબાદમાં અત્યાધુનિક, સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ જ્વેલરી મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કર્યું છે, જે આ પ્રકારનું સૌથી મોટું યુનિટ છે. રંગા રેડ્ડી જિલ્લાના મહેશ્વરમના જનરલ પાર્કમાં સ્થિત અને 3.45 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું, આ પ્રકારનું પ્રથમ ઈન્ટીગ્રેટેડ મેન્યુફેકચરિંગ યુનિટ ભારત અને GCC દેશોમાં તેના 14 મેન્યુફેકચરિંગ યુનિટમાં ગ્રુપનું સૌથી મોટું યુનિટ છે.
આ ઈન્ટીગ્રેટેડ મેન્યુફેકચરિંગ ફેસિલિટી ડિઝાઇન, રિફાઇનિંગ, ઉત્પાદન, ક્વોલિટી અસ્યોરન્સ, હોલમાર્કિંગ, વેરહાઉસિંગ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જેવી તમામ મહત્વપૂર્ણ કામગીરીને એક છત નીચે લાવે છે. આ યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 4.7 ટનથી વધુ સોનાના દાગીનાની અને 1.8 લાખ કેરેટ હીરાના દાગીનાની છે, તેની સોનાના શુદ્ધિકરણની વાર્ષિક ક્ષમતા 78 ટન છે અને તે 18 રાજ્યોના 2,750 થી વધુ કુશળ કારીગરોને રોજગારી આપે છે, સાથે જ માનવબળની સલામતી, સુખાકારી અને સુવિધાને સુનિશ્ચિત કરે છે. આ ફેસિલિટીમાં 40% માનવબળની ભરતી સ્થાનિક વસ્તીમાંથી કરવામાં આવી છે તેમજ માનવબળમાં પુરુષ-સ્ત્રીના 80:20ના એકંદર ગુણોત્તરને જાળવી રાખે છે.
જનરલ પાર્ક યુનિટનું સત્તાવાર ઉદ્ઘાટન તેલંગાણાના માનનીય મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે માલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ.પી. અહેમદ, વાઇસ-ચેરમેન શ્રી અબ્દુલ સલામ કે.પી; માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઇન્ડિયા ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશેર ઓ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નિષાદ એ.કે. તેમજ માલાબાર ગ્રુપના મેનેજમેન્ટના અન્ય વરિષ્ઠ ટીમ મેમ્બર્સ, તેલંગાણા સરકારના મહાનુભાવો અને શુભેચ્છકોની પણ ઉપસ્થિતિ હતી.
વધારવામાં આવેલી ઉત્પાદન ક્ષમતાઓ ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના આક્રમક રિટેલ વિસ્તરણને વેગ આપશે જે 'મેક ઇન ઇન્ડિયા, માર્કેટ ટુ ધ વર્લ્ડ' ના વિઝન સાથે સુસંગત છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની સોના અને હીરાના ઝવેરાતની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અનુક્રમે 40.68 ટનથી વધુ અને 3.61 લાખ કેરેટથી વધુ છે, જે તેને વિશ્વના સૌથી મોટા ઝવેરાત ઉત્પાદકોમાંથી એક બનાવે છે.
આ ફેસિલિટીના લોન્ચ અંગે, માલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ. પી. અહમદે જણાવ્યું હતું કે, "હૈદરાબાદમાં અમારું અત્યાધુનિક ઈન્ટીગ્રેટેડ જ્વેલરી ઉત્પાદન યુનિટ પરંપરા, કલા, આધુનિકતા અને ચોકસાઇનો સમન્વય છે તેમજ જ્વેલરી ઉત્પાદનમાં એક નવા યુગની શરૂઆત કરે છે. 'મેક ઇન ઇન્ડિયા, માર્કેટ ટુ ધ વર્લ્ડ'ના અમારા વિઝનને અનુરૂપ, આ ફેસિલિટી વૈશ્વિક બજારો માટે ભારતમાં વિશ્વ કક્ષાની જ્વેલરીનું ઉત્પાદન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તે ભારતને ઉત્તમ કારીગરી અને ડિઝાઇન શ્રેષ્ઠતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવા તરફ એક વ્યૂહાત્મક છલાંગ રજૂ કરે છે. સ્નેહના શુદ્ધ પ્રતીક તરીકે સોનું, પ્રેમ અને સ્નેહની અભિવ્યક્તિ તરીકે, કાલાતીત રહેશે.માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સમાં, અમે ફક્ત શ્રેષ્ઠ સોના અને હીરાની જ્વેલરી ઓફર કરીને આ વારસાનું સન્માન કરીએ છીએ, જે અમારા વિશ્વસનીય 'માલાબાર પ્રોમિસિસ' ઓફ લાઇફટાઇમ મેન્ટેનન્સ અને પારદર્શક બાયબેક ગેરંટી દ્વારા સમર્થિત છે - જે દરેક ખરીદીમાં અમારા દ્વારા ઉમેરવામાં આવતા સ્થાયી મૂલ્ય અને પ્રમાણિકતાનો પુરાવો છે."
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના એમડી-ઇન્ડિયા ઓપરેશન્સ શ્રી અશેર ઓ એ જણાવ્યું હતું કે, "બુલિયન મંગાવવાથી લઈને ઉત્પાદન, જથ્થાબંધ અને છૂટક વેચાણ સુધીની સમગ્ર જ્વેલરી વેલ્યૂ ચેઈનમાં મજબૂત હાજરી ધરાવતો એક વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ બિઝનેસ હોવાથી, આ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં ઉત્કૃષ્ટ જ્વેલરીની વધતી જતી માગને પૂર્ણ કરવાની અમારી ક્ષમતામાં વધારો કરે છે, જે અમારું સૌથી મોટું બજાર છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં અમે 22 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમારી હાજરીને વિસ્તૃત કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે અમે અમારા ગ્રાહકોને અસાધારણ કારીગરી, અજોડ ડિઝાઇન વિવિધતા અને શ્રેષ્ઠ ગુણવત્તા પૂરી પાડવા માટે ઊંડાણપૂર્વક પ્રતિબદ્ધ છીએ."
માલાબાર ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિષાદ એ. કે. એ જણાવ્યું હતું કે, "મેન્યુફેકચરિંગ યુનિટમાં એક અત્યાધુનિક ડિઝાઇન સ્ટુડિયો અને એડવાન્સ્ડ આર એન્ડ ડી સેન્ટર્સ છે, જે અમને 3D પ્રિન્ટિંગ, કાસ્ટિંગ, એન્જિનિયર્ડ મેટલની તૈયારી, CNC મશીનિંગ, લેસર કટીંગ અને H₂O₂-આધારિત સોલ્ડરિંગ જેવી અત્યાધુનિક ઉત્પાદન તકનીકોનો ઉપયોગ કરીને અજોડ ગુણવત્તાના દોષરહિત ઝવેરાત બનાવવા માટે સશક્ત બનાવે છે. આ ફેસિલિટી સાથે, અમે ફક્ત અમારી ઉત્પાદન ક્ષમતામાં જ વધારો નથી કરી રહ્યા - અમે ડિઝાઇનમાં ઈનોવેશન, ટકાઉ ઉત્પાદન અને કાર્યકારી શ્રેષ્ઠતામાં ઉદ્યોગમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યા છીએ. તે સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની વિકસતી પસંદગીઓને પૂર્ણ કરવા સક્ષમ એક મજબૂત ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવાના અમારા લાંબા ગાળાના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે."
આ ફેસિલિટી યુએસએ, જર્મની, ઇટાલી અને તુર્કીથી આયાત કરવામાં આવેલી ઉચ્ચ-ચોકસાઇવાળી મશીનરીથી સજ્જ છે, જે ઉત્પાદન અને નવીનતામાં વિશ્વ કક્ષાના ધોરણોને સુનિશ્ચિત કરે છે. પ્રક્રિયાની ક્ષમતાઓ અને કામગીરીમાં કાર્યક્ષમતાનો ઉમેરો કરવા માટે, આંતરરાષ્ટ્રીય સબ્જેક્ટ મેટરના નિષ્ણાતો અને પ્રોસેસ કન્સલટન્ટ્સને રોકવામાં આવ્યા છે, જે ફેસિલિટીમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રક્રિયાઓ અને કુશળતા લાવે છે.
સોના, હીરા, પ્લેટિનમ, જેમસ્ટોન અને CNC જ્વેલરી તેમજ સોનાના સિક્કા અને બાર બનાવવાની ક્ષમતા સાથે, આ યુનિટ વૈશ્વિક સ્તરે તેના પ્રકારનું એક અનોખું યુનિટ છે અને વિવિધ વૈશ્વિક બજારની માગને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. વધુમાં, તેમાં એક ઇન-હાઉસ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અને સમર્પિત કર્મચારી આવાસ છે, જે પ્રતિભાના વિકાસ અને માનવબળની સુખાકારીને પ્રોત્સાહન આપે છે.
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ભારત, યુએઈ, કતાર, કેએસએ, બહેરીન, ઓમાન, કુવૈત, સિંગાપોર, મલેશિયા, યુએસએ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં 400થી વધુ શોરૂમ સાથે વૈશ્વિક રિટેલમાં હાજરી ધરાવે છે. ગ્રુપ પાસે હૈદરાબાદ, કોઝિકોડ, કોલકાતા, મુંબઈ, બેંગલુરુ, કોઈમ્બતોર અને થ્રિશૂરમાં 10 મેન્યુફેકચરિંગ એકમો છે તેમજ યુએઈ, સાઉદી અરેબિયા, કતાર અને ઓમાનમાં ચાર યુનિટ છે. ગ્રુપ પાસે ભારત, યુએઈ, ઓમાન, કતાર, કેએસએ, કુવૈત, બહેરીન અને મલેશિયામાં 14 હોલસેલ યુનિટ પણ છે.
ESG (એન્વાયર્મેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ) પહેલ 1993માં તેની સ્થાપનાથી જ માલાબાર ગ્રુપની પ્રાથમિક પ્રતિબદ્ધતા રહી છે, જેના માટે ઉપસ્થિતિ હોય તે દરેક દેશમાં આવી પહેલો માટે ચોખ્ખા નફામાંથી 5% અલગ રાખવામાં આવે છે. જેનું મુખ્ય ફોકસ આરોગ્ય, ભૂખથી મુક્ત વિશ્વ, આવાસ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જેવા ક્ષેત્રો પર છે.


