મુંબઈ : વૈશ્વિક સ્તરે અગ્રણી પાંચમી જ્વેલરી રિટેલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે અમેરિકા અને કેનેડામાં વધુ બે નવા શોરૂમ લોન્ચ કરી 14 દેશોમાં 415થી વધુ શોરૂમ સાથે પોતાના વિસ્તરણને વધુ મજબૂત બનાવ્યું છે. કેનેડાના ઓન્ટેરિયોમાં એજેક્સ ખાતે મલાબાર ગોલ્ડનો આ ત્રીજો શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ટેક્સાસના ઓસ્ટિન ખાતે નવો શોરૂમ લોન્ચિંગ સાથે અમેરિકામાં કુલ સાત શોરૂમ સાથે બ્રાન્ડની હાજરી વિસ્તરિત કરી છે.
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની સતત વિસ્તરતી વૈશ્વિક હાજરીને મજબૂત બનાવતા આ નવા આઉટલેટ્સ ઉત્તર અમેરિકામાં કુલ 10 શોરૂમ સાથે બ્રાન્ડની રિટેલ હાજરીમાં વધારો કરે છે. કેનેડા અને અમેરિકામાં નવા શોરૂમ સાથે વૈશ્વિક સ્તરે બ્રાન્ડના શોરૂમની સંખ્યા અનુક્રમે 416 અને 417 થઈ છે.
કેનેડાના ઓન્ટેરિયોમાં એજેક્સ ખાતે શોરૂમનું સત્તાવાર ઉદ્ધાટન ઓન્ટેરિયોના સ્મોલ બિઝનેસના એસોસિએટ મંત્રી નીના તાંગ્રીએ 6 ડિસેમ્બરના રોજ કર્યું હતું. જ્યારે ઓસ્ટિનમાં લિન્ડર શહેરના મેયર નેકોલ થોમ્પસને સાત ડિેસેમ્બરના રોજ શોરૂમનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના એમડી-ઇન્ટરનેશનલ ઓપરેશન્સ શ્રી શામલાલ અહમદ; મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના મેન્યુફેક્ચરિંગ હેડ શ્રી ફૈઝલ એકે; મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ફાઇનાન્સ અને એડમિન ડિરેક્ટર શ્રી આમીર સીએમસી; મલાબાર ગ્રુપના ચીફ ડિજિટલ ઓફિસર શ્રી શાજી કે; મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સમાં ઉત્તર અમેરિકા ઓપરેશન્સના રિઝનલ હેડ શ્રી જોસેફ ઇપેન હાજર રહ્યા હતા. આ સિવાય યુએસમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ હેડ શ્રી જસર આર, કેનેડાના મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઓપરેશન્સ હેડ શ્રી શર્ફાસ એન.કે. ઉપરાંત અન્ય સિનયર મેનેજમેન્ટ ટીમના સભ્યો, ગ્રાહકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
મલાબાર ગ્રુપના ચેરમેન એમપી અહમદે આ અંગે નિવેદન આપ્યું હતું કે, "અમારી ઉત્તર અમેરિકાની કામગીરી હંમેશા અમારી આંતરરાષ્ટ્રીય વૃદ્ધિ યાત્રાનો મુખ્ય ભાગ રહી છે, અમે બે નવા શોરૂમ સાથે આ ક્ષેત્રમાં અમારી રિટેલ હાજરીને વિસ્તૃત કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ. અમારા ઓસ્ટિન અને એજેક્સ શોરૂમનું લોન્ચિંગ ભારતની જ્વેલરી કારીગરીને વૈશ્વિક મંચ પર ઉન્નત કરવા અને વિશ્વના નંબર વન જ્વેલરી રિટેલર બનવાની અમારી મહત્વાકાંક્ષાને વેગ આપવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ લોન્ચિંગ ખંડોમાં ગ્રાહકો પ્રત્યે અમારા સમર્પણને પણ પુનઃપુષ્ટ કરે છે જેઓ અમારી બ્રાન્ડ પ્રત્યે વિશ્વાસ રાખવાનું ચાલુ રાખે છે. તે ફક્ત નવી રિટેલ સ્પેસમાં જ ઉમેરો નહીં, પરંતુ સાંસ્કૃતિક સેતુ બનાવવા, પારદર્શિતાના નવા ધોરણો સ્થાપિત કરવા અને ભારતીય જ્વેલરી ડિઝાઇનની અપ્રતિમ સમૃદ્ધિનો પરિચય કરાવવા વિશે છે. અમે જવાબદાર પ્રથાઓ, ઈનોવેશન અને ત્રણથી વધુ દાયકાથી અમને માર્ગદર્શન આપતા અમારા અડગ મૂલ્યો સાથે અમારી વૈશ્વિક હાજરીને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ."


