આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસમાં આમ આદમી પાર્ટીનું એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આજે કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી તથા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક મેગા રોડ શોમાં હાજરી આપી હતી.
આ મેગા રોડ શોમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, આમ આદમી પાર્ટી કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડા અને બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાની સાથે સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપ-પ્રમુખ ગૌરી દેસાઈ, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ડૉ. રમેશભાઈ પટેલ, કેન્દ્રીય ઉત્તર ઝોન પ્રમુખ રાજેશભાઇ શર્મા, નોર્થ ઝોન પ્રમુખ બિપીનભાઈ ગામિતી, ગાંધીનગરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખ, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પ્રભાતસિંહ સોલંકી, લોકસભા ઇન્ચાર્જ ભરત પટેલ, દાહોદના લોકસભા કો-ઇન્ચાર્જ બાબુભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચૌહાણ, મહિલા વિંગના જિલ્લા પ્રમુખ સોનલબેન, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, અમદાવાદ શહેરના ઉપપ્રમુખ અલ્પેશ સોલંકી, ગાંધીનગર શહેર પૂર્વ પ્રમુખ જીતુભાઈ ધારાવાડિયા, સંગઠન મંત્રી વિનોદભાઈ પટેલ, વિજાપુરના પ્રભારી ભાસ્કર પટેલ, અને પૂર્વ એજ્યુકેશન સેલ પ્રમુખ જીતુ ઉપાધ્યાય સહીત અનેક પ્રદેશના પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કડીના સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. આ મેગા રોડ શો બપોરે 2:00 વાગે સિદ્ધેશ્વરી માતાના મંદિરના ચોકથી શરૂ થયો હતો, ત્યારબાદ ગાંધી ચોક થઈને ભાગ્યોદય હોસ્પિટલ પાસે ખતમ થયો હતો.
આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કડીની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આખા દેશમાં ભાજપ ગુજરાત મોડલની વાત કરે છે પણ અહીંયા રોડ રસ્તાના પણ ઠેકાણા નથી અને જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા તૂટેલા છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે, હોસ્પિટલોની હાલત ખરાબ છે, હોસ્પિટલોમાં લોકોનો સરખી રીતે ઈલાજ પણ નથી થતો, યુવાનો પાસે રોજગારી નથી, ખેડૂતો પાસે ખાતર નથી, શું આ છે ગુજરાત મોડલ? કડીની જનતાને મારી અપીલ છે કે જો આ પરિસ્થિતિને બદલવી હોય તો કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તમારા ભાઈ સમાન જગદીશ ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવો. કારણ કે જગદીશ ચાવડા કડીની જનતાનો અવાજ ગુજરાત વિધાનસભા સુધી પહોંચાડશે. જગદીશ ચાવડા ખેડૂતો માટે લડત લડશે, યુવાનો માટે અવાજ ઉઠાવશે, વ્યાપારીઓ માટે અવાજ ઉઠાવશે, અને સમગ્ર ગુજરાતના લોકોના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે. તો આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઝાડુંના ચિન્હ પર બટન દબાવીને યુવા ઉમેદવાર જગદીશ ચાવડાને વોટ આપો અને વિજય બનાવો.


