મુખ્ય સામગ્રી પર જાઓ

નાની કઠેચી કન્યા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

સુરેન્દ્રનગર જિલ્લાની નાની કઠેચી કન્યા પ્રાથમિક શાળા ખાતે એમ જી ઠાકુર (કાર્યપાલક ઇજનેર, ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ) અને રસિકભાઈ ગોહિલ (સી.આર.સી કોર્ડીંનેટર)ની ગરિમામય ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ના ત્રીજા દિવસે ભૂલકાંઓનો ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ અવસરે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 ના નાના નાના ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને અક્ષરજ્ઞાનના જગતમાં આવકારવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં રોપેલું આ પ્રવેશોત્સવનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે ત્યારે આ પ્રસંગે શિક્ષણ સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં શાળા અને ગામનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું  દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કરાયા તેમજ શિક્ષણની સાથે સ્વચ્છતા અને 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવાયો હતો. શાળામાં પ્રવેશેલા તમામ વ્હાલસોયા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Tags: નાની કઠેચી કન્યા પ્રાથમિક શાળા ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ સુરેન્દ્રનગર

સંબંધિત સમાચાર