મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

નર્મદા કલેક્ટરની મોટી પહેલ: દિવ્યાંગ-વિચરતી જાતિ માટે ખાસ વોટર કેમ્પ

નર્મદા જિલ્લામાં રાજપીપળાની હાઈસ્કૂલમાં દિવ્યાંગ અને વિચરતી જાતિ માટે ખાસ મતદાર કેમ્પ. 60+ લાભાર્થીઓને ફોર્મ-6 ભરાવી વોટર આઈડીની પ્રક્રિયા સરળ બનાવી.

નર્મદા કલેક્ટરની મોટી પહેલ: દિવ્યાંગ-વિચરતી જાતિ માટે ખાસ વોટર કેમ્પ

રાજપીપલા : નર્મદા જિલ્લામાં મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision - SIR) અંતર્ગત દિવ્યાંગજનો (PwD), વરિષ્ઠ નાગરિકો, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મતદાર યાદીમાં નામ નોંધાવવામાં સરળતા રહે તેમજ એન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિશે જાણકારી આપવા માટે માટે જિલ્લા કક્ષાનો વિશેષ કેમ્પ તા. ૨૫/૧૧/૨૦૨૫ના રોજ શ્રી એમ.આર. હાઈસ્કૂલ, રાજપીપળા ખાતે યોજાયો હતો.

ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કાર્યક્રમમાં ખાસ કરીને સમાજના આ વર્ગો માટે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શન અને નાયબ ચૂંટણી અધિકારીશ્રી ચેતન સુથારની દેખરેખ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં બીએલઓશ્રી રજનીકાંતભાઈ પરમારે કેમ્પમાં ૬૦ થી વધુ દિવ્યાંગજનો અને વિચરતી જાતિના નાગરિકોને એન્યુમરેશન ફોર્મ ભરવા અંગે સરળ ભાષામાં વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી રાજેશ દેસાઈ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) શ્રી વી.જે. ભરવાડ, શ્રી એમ.આર. હાઈસ્કૂલ આચાર્ય શ્રી યોગેશ વસાવા, પ્રાંત કચેરી, રાજપીપળા નાયબ મામલતદારશ્રી સંદીપભાઈ મકવાણા સહિતના અધિકારીઓ-કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

fashion

સંબંધિત સમાચાર

travel