નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં દર મહિને યોજાતો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને આજે તા.૨૨મી જૂન, ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. ૦૬ જેટલા અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિકાલની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય જુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સરળતતાથી લાભ મેળવવા સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સ્થળ પર તાકિત કરી જરૂરી સૂચનાઓ આપી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલ ઢોડિયા, સહિત સંબંધિત મામલતદારશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને જિલ્લાના અરજદારશ્રીઓ આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.