મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો

જિલ્લામાં તા. ૨૫ મી જુલાઇથી સવારના ૬:૦૦ કલાકથી તા. ૨૬ મી જુલાઇ સવારના ૬:૦૦ કલાક સુધી ૨૨ મી.મી. વરસાદ નોંધાયો. 

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો

રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા.૨૬ મી જુલાઇ, ૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં ૬ મિ.મિ. સાગબારા તાલુકામાં ૨ મિ. મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૪ મિ.મિ. નાંદોદ તાલુકામાં ૧ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૯ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૬૬૬ મિ.મિ. દેડિયાપાડા તાલુકામાં ૬૨૧ મિ.મિ. તિલકવાડા તાલુકામાં ૭૨૦ મિ.મિ. ગરુડેશ્વર તાલુકામાં ૪૪૦ મિ.મિ. નાંદોદ તાલુકો ૭૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૨૦.૦૦ મીટર, કરજણ ડેમ ૧૦૨.૬૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૦.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ ૧૭૯.૪૦ મીટરની સપાટી, રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

fashion

સંબંધિત સમાચાર

travel