ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્ર નર્મદા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલાના સંચાલન હેઠળ આગામી નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૨૬ માસમાં 'સ્પેશિયલ ખેલ મહાકુંભ'નું આયોજન કરવામાં આવનાર છે. આ રમતોત્સવમાં માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (BLIND) અને શ્રવણ મંદ ક્ષતિવાળા (Deaf) ભાઈઓ તથા બહેનો માટે વિવિધ રમત સ્પર્ધાઓ યોજાશે, જેમાં જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓને તેમની રમત-ગમતની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા નર્મદા જિલ્લાના તમામ ઉપરોક્ત કેટેગરીના દિવ્યાંગ રમતવીરોએ પ્રવેશ માટેનું નિયત ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, શ્રી નવદુર્ગા હાઈસ્કુલની બાજુમાં, એસ.ટી. બસ ડેપો પાછળ, રાજપીપલા-નર્મદા ખાતેથી મેળવીને આગામી તા.૩૦/૧૦/૨૦૨૬ સુધીમાં ભરીને આ જ કચેરી ખાતે જમા કરાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી નર્મદાની એક યાદીમાં જણાવાયું છે.