મુખ્ય સામગ્રી પર જાઓ

‘નશામુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજપીપલામાં મેરેથોન: જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે આપી લીલીઝંડી

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ મેરેથોન દોડનો અહેવાલ ખૂબ જ પ્રેરણાદાયી છે. "નશામુક્ત ભારત" અભિયાનને વેગ આપવા માટે પોલીસ અને જનતાનું આ જોડાણ સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડે છે.

‘નશામુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજપીપલામાં મેરેથોન: જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે આપી લીલીઝંડી

રાજપીપલા: આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા "આવો એક દોડ, નશામુક્ત ભારતની ઓર" સૂત્ર સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જનજાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ નર્મદા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતેથી જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વિશાખા ડબરાલે ૫ કિલોમીટરની મેરેથોન દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

પોલીસ હેડ ક્વાર્ટર્સથી પ્રસ્થાન કરેલી મેરેથોન દોડ વડિયા જકાતનાકા, કાળીયા ભૂત મંદિર, માઇકલ બ્રિજ, જૂની કોર્ટ, લાલ ટાવર થઈ ધાબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન નાગરિકોએ દોડવીરોનું ઉત્સાહવર્ધન કર્યું હતું.

મેરેથોનમાં વિવિધ વયજૂથના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરેથોનના અંતે પ્રથમ ત્રણ પુરુષ અને પ્રથમ ત્રણ મહિલા વિજેતાઓને પ્રોત્સાહનરૂપે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વિશાખા ડબરાલે જણાવ્યું હતું કે, યુવા પેઢીને નશાના વ્યસનથી દૂર રાખવા માટે સતત જનજાગૃતિ અને સામૂહિક પ્રયાસો જરૂરી છે. તેમણે ઉપસ્થિત સૌને નશામુક્ત સમાજ અને સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે પોતાનો સક્રિય સહયોગ આપવા અને આ સંદેશને જનજન સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષકોશ્રી, કર્મચારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. 

Tags: નર્મદા જિલ્લા પોલીસ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ મેરેથોન દોડ રાજપીપલા વિશાખા ડબરાલે નશામુક્ત ભારત અભિયાન

સંબંધિત સમાચાર