મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કર્યો પ્રવેશ

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું. નીરજ પોતાના પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કર્યો પ્રવેશ

ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાએ જાપાનમાં યોજાઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો. નીરજ પોતાના પહેલા થ્રોમાં 84.85 મીટર ભાલા ફેંકીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે, નીરજ ફાઇનલમાં પોતાના ટાઇટલનો બચાવ કરશે. નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેણે 2023માં બુડાપેસ્ટમાં યોજાયેલી અગાઉની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ તેની સતત પાંચમી ગ્લોબલ ચેમ્પિયનશિપ છે, જેમાં ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ફક્ત એક જ પ્રયાસની જરૂર હતી. આ પહેલા તેમણે 2021 ઓલિમ્પિક, 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપ, 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2024 ઓલિમ્પિકમાં આ સિદ્ધિ મેળવી છે.

fashion

સંબંધિત સમાચાર

travel