મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે નવી સૌગાત, માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કર્યું ઉદ્ઘાટન

વડોદરા રેલવે  સ્ટેશન પર યાત્રીઓની સુવિધા વધારવા માટે એક નવી સુવિધાઓનું ઉદ્ઘાટન માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કર્યું. જેમાં મફત બેટરી સંચાલિત કાર્ટ સેવા અને મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષનું સૌંદર્ય કરણ શામેલ છે.

મફત 'સારથી' સેવાનો શુભારંભ

વડોદરા રેલવે  સ્ટેશન પર 'સારથી' નામની એક નવી મફત ગતિશીલતા સહાય સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ, બેટરી સંચાલિત કાર્ટ  વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને બીમાર મુસાફરોને 24/7 મફત સહાય પૂરી પાડશે. આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહલ ફાર્માસન અને રેલવે વચ્ચેનો સહયોગી પ્રયાસ છે, જે સાનિધ્ય ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્લેટફોર્મ નંબર 1 પર ઉપલબ્ધ આ સેવા ફાર્માસન બેસિક ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડની CSR શાખા, કે.કે. વિઠાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત કરવામાં આવી રહી  છે.

મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત  બાળ સંભાળ કક્ષનું સૌંદર્યકારણ

વધુમાં, માનનીય સાંસદે મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષ ના સૌંદર્યકારણ નું પણ ઉદ્ઘાટન કર્યું. આ પહેલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ - વડોદરા દ્વારા CSR હેઠળ હાથ ધરવામાં આવી છે, જેમાં બેબી કેર ટેબલ, સજાવટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. આ પહેલનો હેતુ મહિલા યાત્રીઓ, ખાસ કરીને માતાઓને તેમના બાળકોની સંભાળ રાખવા માટે એક સ્વચ્છ અને સુવિધાજનક સ્થળ પૂરું પાડવાનો છે.

આ પ્રસંગે વડોદરા રેલ મંડળના ડીઆરએમ શ્રી રાજુ ભડકે, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી નરેન્દ્ર કુમાર, વરિષ્ઠ મંડળ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર શ્રી પ્રદીપ મીણા, વરિષ્ઠ મંડળ એન્જિનિયર (સમન્વય) શ્રી સુમિત ઠાકુર સહિત અન્ય રેલ અધિકારીઓ, કર્મચારીઓ, અને અન્ય ગણમાન્ય નાગરિકો તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
fashion

સંબંધિત સમાચાર

travel