સિનેમા જગતના ઘણા મોટા સમાચાર હેડલાઇન્સમાં રહ્યા. એક તરફ આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ગીત 'નાચ' રિલીઝ થઈ ગયું છે. તો પંજાબી સિંગર યાન્કી જટ્ટનું નવું ગીત 'સોહનેયા' યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે.
અભિનેત્રી ઝરીન ખાનને ડેન્ગ્યુ થયો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 'ગદર 2'ની સફળતા પર સની દેઓલ રડી પડ્યો હતો, આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો.
આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ 2'નું નવું ગીત 'નાચ' રિલીઝ થયું છે
અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું નવું ગીત 'નાચ' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં આયુષ્માન અને અનન્યા તેમના રોમેન્ટિક ડાન્સથી ફ્લોર પર આગ લગાવી રહ્યાં છે. આ ગીતને નકાશ અઝીઝે પોતાનો અવાજ આપ્યો છે. ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.


