અમદાવાદ | દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય દ્વારા જાહેર સભામાં પોતાના નાણાકીય બળના જોરે લોકશાહીનું અપમાન કરતી નિવેદનબાજી કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP)ના દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમારે વળતો પ્રહાર કરતાં ધારાસભ્યના નિવેદનને 'લોકશાહીનું ચીરહરણ' ગણાવ્યું છે. તેમણે ઓખા નગરપાલિકાની જનતાને આ વખતે લોકશાહીનું અપમાન કરનારા નેતાઓને યોગ્ય પાઠ ભણાવવા અને પરિવર્તનની દિશામાં મતદાન કરવા માટે હાકલ કરી છે.
ઓખા નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે ’આપ' નેતા રામજીભાઈ પરમારે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, રૂ. ૫, ૨૫ કે ૫૦ લાખના દંભથી લોકશાહી ખરીદવાનો દાવો કરતા નેતાઓને આ આઝાદીના અમૃત મહોત્સવમાં જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. લોકોએ પોતાના સ્થાનિક મુદ્દાઓ જેવા કે રોડ-રસ્તા, પીવાનું પાણી, વીજળી, શિક્ષણ, પ્રદૂષણ, રોજગારી અને ભ્રષ્ટાચાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો જનતા પોતાના વણથંભ્યા વિકાસ અને સાચા પરિવર્તન માટે એક થઈને મતદાન કરશે, તો અહંકારી નેતાઓનો બધો દંભ ફિનિશ થઈ જશે.
આમ આદમી પાર્ટી ગુજરાત