મુખ્ય સામગ્રી પર જાઓ

પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. તેની વિગતો માટે વધુમાં વાંચો.

પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. તેની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નં. 01909/01910 અસારવા–આગ્રા કેન્ટ સ્પેશિયલ (કુલ 16 ટ્રિપ)

ટ્રેન નં. 01909 અસારવા–આગ્રા કેન્ટ સ્પેશિયલ 09 જૂનથી 28 જુલાઈ, 2026 સુધી દર મંગળવારે અસારવાથી બપોરે 15.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07.45 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 01910 આગ્રા કેન્ટ–અસારવા સ્પેશિયલ 08 જૂનથી 27 જુલાઈ, 2026 સુધી દર સોમવારે આગ્રા કેન્ટથી સાંજે 18.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11.10 વાગ્યે અસારવા પહોંચશે.

બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા જનરલ ક્લાસના કોચ રહેશે.

ટ્રેન નંબર 01909 માટે બુકિંગ 07 જૂન 2026 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના રોકાણ, સમય અને કોચ રચના અંગે વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

Tags: પશ્ચિમ રેલવે special train train agra WESTERN RAILWAY

સંબંધિત સમાચાર