મુખ્ય સામગ્રી પર જાઓ

પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીને 'આપ' ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના અભિનંદન

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે બનેલી એક ગંભીર અને રહસ્યમય ઘટનામાં પોતાના પ્રાણની પરવા કર્યા વગર સેંકડો મુસાફરોનો જીવ બચાવનાર ભારતીય તથા ગુજરાતના ગરવા પાયલોટ સ્મિત મચ્છરની પ્રશંસા ચારેકોર થઈ રહી છે. આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વિશેષ વિડિયો સંદેશ દ્વારા પાયલોટ સ્મિત મચ્છરને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સાહસને બિરદાવ્યું છે.

પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીને 'આપ' ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના અભિનંદન

અમદાવાદ / ગુજરાત | આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખૂબ જ ગર્વની વાત છે કે આપણા ભારત દેશના અને એમાં પણ આપણા ગરવા ગુજરાતના પાયલોટ સ્મિત મચ્છરે ઇન્ટરનેશનલ લેવલ પર ભારતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જે વિમાનમાં આતંકવાદી માનસિકતા ધરાવતા કો-પાઈલટ દ્વારા જે ઘટના બની અને એ ઘટનામાંથી તમામ મુસાફરોનો જીવ બચાવવા માટે સ્મિત મચ્છરે પોતાનો જીવ જોખમમાં મૂકી, આખી દુનિયાને માન થાય અને તેમના પર ગર્વ થાય એવું કામ કરી બતાવ્યું છે.

વધુમાં આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આપણા ભારતના અને આપણા ગુજરાતના બહાદુર પાયલોટ સ્મિત મચ્છરને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવા રાષ્ટ્રીય હિરો દિવસે ને દિવસે દેશ માટે મોટા મોટા કામો કરે, આગળ વધે અને આવા નવા નવા હીરો અને નવા નવા દેશસેવકો આપણને મળતા રહે એવી આશા અને  શુભેચ્છા વ્યક્ત કરું છું અને સ્મિત મચ્છરને ફરી એકવાર હું શુભેચ્છા આપવા માંગુ છું.

આમ આદમી પાર્ટી ગુજરાત

સંબંધિત સમાચાર