રેલવે ટિકિટ ઈશ્યુ કરવાની ક્ષમતા 25,000 થી વધારીને 2.25 લાખ પ્રતિ મિનિટ અને પૂછપરછ ક્ષમતા 4 લાખથી વધારીને 40 લાખ પ્રતિ મિનિટ કરવાની યોજના બનાવી રહી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં 7,000 કિમીના નવા રેલ ટ્રેક નાખવાનું લક્ષ્ય પણ છે. હાલમાં પ્રતિ મિનિટ લગભગ 25,000 ટિકિટ ઈશ્યુ કરવાની ક્ષમતા છે. અમારું લક્ષ્ય આને વધારીને 2.25 લાખ ટિકિટ પ્રતિ મિનિટ કરવાનું છે.
પૂછપરછ ક્ષમતા પણ ચાર લાખ પ્રતિ મિનિટથી વધારીને 40 લાખ પ્રતિ મિનિટ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે દેશના 2,000 રેલવે સ્ટેશનો પર 24 કલાક 'જન સુવિધા' સ્ટોર્સ ખોલવાની પણ જાહેરાત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં 4,500 કિમી (દિવસ દીઠ 12 કિમી) રેલ્વે ટ્રેક નાખવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.


