મુખ્ય સામગ્રી પર જાઓ

ડાયાલિસીસ સંલગ્ન ફરિયાદ અને માહિતી માટે PMJAYની 1800 233 1022 / 9059191905 હેલ્પલાઇન સેવા કાર્યરત

ગાંધીનગર ખાતે ઓગસ્ટ મહિનામાં G20 હેલ્થ ટ્રેક મીટિંગનું આયોજન, 17 થી 19 ઓગસ્ટ દરમિયાન 4થી આરોગ્ય કાર્યકારી જૂથ અને આરોગ્ય કાર્યકારી જૂથ મંત્રીઓની બેઠક યોજાશે

ડાયાલિસીસ સંલગ્ન ફરિયાદ અને માહિતી માટે PMJAYની 1800 233 1022 / 9059191905  હેલ્પલાઇન સેવા કાર્યરત

રાજ્યમાં ડાયાલિસીસની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાના મિત્રોને સંબોધતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે રૂ. ૧૬૫૦ પ્રતિ ડાયાલિસીસ તેમજ રૂ. ૩૦૦ આવવા-જવાનું ભાડુ આમ કુલ રૂ. ૧૯૫૦ નક્કી કર્યા છે.

નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ રૂ.૧૫૦૦ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.

એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ ૨૭૨ જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. વધુમાં રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે.

રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ ૧ લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે. PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા
સરેરાશ દર કરતા પણ વધારે છે. વધુમાં રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.

સંબંધિત સમાચાર