મુખ્ય સામગ્રી પર જાઓ

પોરબંદર રોડ કૌભાંડનો વિરોધ: ભ્રષ્ટાચારને વાચા આપનાર AAP નેતા પર 'ખોટી FIR' કરવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા પોરબંદરમાં હિતેશભાઈ મોઢવાડિયા વિરુદ્ધ થયેલી FIR અને રોડ કૌભાંડ અંગે કરવામાં આવેલી આ રજૂઆત ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ચર્ચાનો વિષય બની છે.

પોરબંદર રોડ કૌભાંડનો વિરોધ: ભ્રષ્ટાચારને વાચા આપનાર AAP નેતા પર 'ખોટી FIR' કરવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

અમદાવાદ : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી વાત કરતા જણાવ્યું હતું કે, એક તરફ ભાજપના નેતાઓ અને ભાજપની સરકાર તથા તેમની સાથે મળેલા કેટલાક ભ્રષ્ટાચાર કરનારા લોકો રોડના કામમાં ભ્રષ્ટાચાર કરીને જનતાના કરોડો રૂપિયા લૂંટી લે છે. જેના કારણે જનતાને ખરાબ તૂટેલા ફૂટેલા અને હલકી કક્ષાના રોડ મળે છે અને એ રોડ વર્ષ-દોઢ વર્ષમાં તૂટી જાય છે. પોરબંદરના આમ આદમી પાર્ટીના નેતા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા હિતેશભાઈ મોઢવાડિયાએ રોડના કામમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો તેનો વિરોધ કર્યો. એ ડામરનો રોડ હાથથી ઉખડી જતો હતો. પછી કોન્ટ્રાક્ટરો, ભાજપના નેતાઓ અને પોલીસ એમ બધાએ ભેગા મળીને હિતેશભાઈ વિરુદ્ધ ખોટી FIR કરી નાખી. સાચી FIR કરવા માટે ધક્કા ખાવા પડે છે પરંતુ ખોટી FIR ફટાફટ થઈ જાય છે.

વધુ આમ આદમી પાર્ટીના નેતા ને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આટલી હદે અન્યાય, આટલી હદે અત્યાચાર અને આટલી હદે ગુંડાગર્દી ગુજરાતમાં ચાલે છે, તો હવે લોકોની આંખો ક્યારે ખુલશે? અને જો જનતા જાગશે નહીં તો નુકસાન કોને થશે? ડામરનો રોડ હાથથી કઈ રીતે ઉખડી શકે? કારણ કે કામગીરી નબળી કરવામાં આવી હતી. ત્યારબાદ એફઆઇઆર કરી દેવામાં આવી કે રોડ ઉખાડીને કોન્ટ્રાક્ટરનું પાંચ લાખનું નુકસાન કરવામાં આવ્યું છે. પણ ભાઈ તમે રોડ જ એવો બનાવ્યો છે કે આંગળીથી માખણની જેમ રોડ ઉખળી ગયો. તો આમાં નુકસાન તો જનતાનું થયું, કોન્ટ્રાક્ટરનું કઈ રીતે થયું? પણ પોલીસ, કોન્ટ્રાક્ટર, ભાજપના નેતા, અધિકારીઓ એમ તમામ લોકો દિવસ રાત બારેમાસ જનતાને લૂંટી રહ્યા છે અને આપણે તમાશો જોઈ રહ્યા છીએ. કોઈ વ્યક્તિ આપણા માટે લડે તો આપણે બોલતા પણ નથી. હિતેશભાઈ મોઢવાડિયાને અમારું સમર્થન છે. જે જે પણ લોકો અન્યાય સામે લડી રહ્યા છે, એ તમામ લોકોને અમારું સમર્થન છે. હિતેશભાઈ આ લડાઈમાં એકલા નથી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલીયા ભાજપ સરકાર

સંબંધિત સમાચાર