અમદાવાદ/ગુજરાત : પ્રધાનમંત્રી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ સ્થિત ખોડિયાર માતાના મંદિરને ઢાંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે લોકોની આસ્થાને ખૂબ જ ઠેસ પહોંચી હતી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, હિન્દુઓના નામે ભાજપે વોટ લીધા અને એ વોટ લઈને પછી ભ્રષ્ટાચાર કરીને પોતાના પેટ ભર્યા. પરંતુ આજે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતમાં ત્રણ દિવસ માટે આવી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને સોમનાથ જઈ રહ્યા છે તો ત્યાં સોમનાથનું મંદિર ખુલ્લું રહેશે પરંતુ બીજી બાજુ તેઓ અમદાવાદ આવશે ત્યારે અમદાવાદના મંદિરોને ઢાંકી દેવામાં આવ્યા છે. અહીંના લોકોની આસ્થાને ભાજપ સરકાર આસ્થા નથી ગણતી. અહીંયા ભગવાનને પણ મતદાર બનાવવાનું કામ ભાજપે કર્યું છે. તો હું સવાલ પૂછવા માગું છું કે એક મંદિરને ઢાંકી દેવામાં આવ્યું છે તો ક્યાં છે વિશ્વ હિન્દુ પરિષદના લોકો ક્યાં છે? આરએસએસના લોકો ક્યાં છે? બજરંગ દળના લોકો ક્યાં છે? આ લોકો હિન્દુઓની આસ્થાના નામે વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરે છે પરંતુ એમની જ પાર્ટીના લોકો એક મંદિરને ઢાંકી દે છે તેમ છતાં પણ આ કોઈ પણ સંગઠનના લોકો એક શબ્દ પણ બોલતા નથી.
વધુમાં ડૉ. કરન બારોટે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી પતંગોત્સવમાં આવી રહ્યા છે, તો ત્યાંના સોસાયટીના લોકોને એવું કહેવામાં આવ્યું છે કે “તમારા બારી અને દરવાજા બંધ કરી દો”. જો તમારા આવાને આવા કારનામા રહ્યા તો આવનારા સમયમાં તમે લોકો જ્યાં જ્યાં જશો ત્યાં લોકો પોતાના ઘરના બારી અને દરવાજા બંધ કરી દેશે. આજે જ્યારે આ મંદિરના મુદ્દે લોકો જાગૃત થયા અને લોકોએ અવાજ ઉઠાવ્યો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મંદિર સામેના પોસ્ટરો હટાવવામાં આવી રહ્યા છે. જ્યારે ગુજરાતના લોકો એકઠા થશે અને આવા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવશે ત્યારે ભાજપે પણ નમવું પડશે આ એનું ચોખ્ખું ઉદાહરણ છે. મંદિર સામે લગાવેલા આ પોસ્ટરો કોર્પોરેશન દ્વારા ઉખાડવામાં આવી રહ્યા છે. જ્યારે મંદિર સામે આવું કામ કરવામાં આવ્યું ત્યારે લોકોની આસ્થાને ઠેસ પહોંચી અને આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ કે બજરંગ દળ જેવા કોઈ પણ સંગઠનના લોકો આગળ આવ્યા નહીં પરંતુ ફક્ત આમ આદમી પાર્ટી અને અન્ય જાગૃત નાગરિકો સામે આવ્યા અને પોતાનો અવાજ ઉઠાવ્યો અને જેના કારણે આજે ભાજપ શાસિત કોર્પોરેશને મંદિરો સામેના પોસ્ટરો હટાવવા પડ્યા, આ ગુજરાતીઓની જીત છે અને આમ આદમી જીત છે.
આમ આદમી પાર્ટી ગુજરાત


