રેલવેમાં ટ્રેનોનું સમય પર સંચાલન સુનિશ્ચિત કરવું યાત્રીઓની સુરક્ષિત,સુવિધાજનક અને સમયબદ્ધ યાત્રા માટે અતિ આવશ્યક છે. આ ઉદ્દેશ્ય થી રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને નિરંતર જાગૃત કરવામાં આવે છે કે તેઓ ફક્ત આપત સ્થિતિ માં જ એલાર્મ ચેઈન પુંલિંગ (ACP) નો ઉપયોગ કરે.
તેમછતાં પણ જાન્યુઆરી થી મે 2025ની વચ્ચે વડોદરા મંડળમાં કુલ 788 કેસમાં યાત્રીઓ દ્વારા યોગ્ય કારણ વગર ચેઈન પુંલિંગ કરવામાં આવ્યું. આ પ્રકાર ના અયોગ્ય કાર્ય થી ના ફક્ત ટ્રેનોમાં બિનજરૂરી વિલંબ થાય છે પરંતુ સેંકડો અન્ય યાત્રીઓને ને અસુવિધા પણ થાય છે.
આ કેસોને ગંભીરતાથી લેતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), વડોદરા મંડળ દ્વારા આ યાત્રીઓ વિરુદ્ધ રેલ અધિનિયમ ની ધારા 141 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જેના અંતર્ગત કુલ રૂ.2,25,525/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
ધારા 141 ના અંતર્ગત,યોગ્ય કારણ વગર ચેઈન પુંલિંગ કરવામાં આવતા એક વર્ષ સુધીની જેલ, રૂ 1000 સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે.
રેલવે પ્રશાસન યાત્રીઓને અપીલ કરે છે કે તેઓ ટ્રેનોના સુચારુ અને સમયબદ્ધ સંચાલન માં સહયોગ આપે. શિસ્તનું પાલન કરો અને ફક્ત કટોકટીની સ્થિતિમાં જ ચેઈન પુંલિંગ કરો. યાત્રીઓ નો આ સહયોગ ફક્ત તેમની પોતાની મુસાફરી જ નહીં પરંતુ અન્ય તમામ યાત્રીઓ ની મુસાફરીને પણ આરામદાયક અને સલામત બનાવશે.


