Rajasthan Government portfolios allocation: રાજસ્થાનમાં નવા મંત્રીઓને કયા વિભાગો મળવાના છે તેના પરથી આખરે પડદો ઉંચકાયો છે. રાજ્યના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે એટલે કે શુક્રવારે મંત્રી પરિષદને વિભાગ ફાળવવાના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીને નાણા વિભાગની જવાબદારી મળી છે. ગજેન્દ્ર સિંહ ખિંવસર રાજ્યના નવા મેડિકલ મિનિસ્ટર હશે. કિરોરી લાલ મીણાને પંચાયત રાજ વિભાગ સોંપવામાં આવ્યો છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત નોંધાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ દરેક નિર્ણય સમજી વિચારીને લીધો હતો અને આવી સ્થિતિમાં પાર્ટીને પણ ઘણો સમય લાગ્યો હતો. રાજસ્થાનમાં મંત્રીઓએ શપથ લીધા બાદ વિભાગોના વિભાજનની પ્રક્રિયામાં પણ આ વિલંબ જોવા મળ્યો હતો.