(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં ખેતર માં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારી ને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસને મળેલી બાતમીના આધારે અને ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી ની સૂચના મુજબ રાજપીપળા પોલીસે કરાંઠા ગામના નિતીનભાઈ ભઈલાલભાઈના ખેતરમા ચાલતા જુગાર પર છાપો મારતા ત્યાં પોતાના આર્થિક ફાયદા સારૂ હાર-જીતનો જુગાર રમતા જુગારી માં (૧) નિતીનકુમાર ભઈલાલભાઈ પટેલ,રહે.કરાઠા અંબેમાતા ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા(૨) લાલુભાઈ અરવિંદભાઈ વસાવા રહે.નાના લીમટવાડા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદા (૩) દિપેનકુમાર વિનોદભાઈ વસાવા, રહે.વડીયા ચોથુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા અને (૪) અભયકુમાર વિનોદભાઈ વસાવા,રહે.વડીયા ચોથુ ફળીયુ તા-નાંદોદ જી-નર્મદા નાઓને રેડ દરમિયાન ઝડપી પાડયા હતા તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૭,૦૬૦/- તથા દાવ ઉપરના રૂ.૫,૧૨૦/- મળી કુલ રોકડ રૂપિયા ૧૨,૧૮૦/- મળી કુલ કિં.રૂ.૧૨,૧૮૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે રેડ દરમિયાન (૧) મહેન્દ્રભાઈ ઉર્ફે મિતેશ વિનોદભાઈ વસાવા રહે.વૃંદાવન સોસાયટી વડીયા તા.નાંદોદ જી. નર્મદા તથા (૨) ગણેશભાઈ નિરવભાઈ વસાવા રહે.નાના લીમટવાડા,સ્ટેશન ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા નાઓ નાશી જતા બંને ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
કરાંઠા ગામના ખેતરમાં જુગાર પર રાજપીપળા પોલીસની રેડ : મુદ્દામાલ સાથે 6 જુગારીઓને દબોચ્યા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં ખેતર માં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારી ને ઝડપી પાડ્યા હતા
સંબંધિત સમાચાર
ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના બની આશીર્વાદ: ૧૫ લાખની સહાયથી રાજપીપળાના યુવાને કેનેડામાં મેળવી સફળતા
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કેસ: રેલવે સુરક્ષા દળની મોટી સફળતા, સુરતથી આરોપી ઝડપાયો
સાવરકુંડલાના સ્વાસ્થ્યના સુવર્ણ યુગનો પ્રારંભ : રૂ. 57.60 કરોડના વિકાસકાર્યોની ઐતિહાસિક ભેટ