મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમદાવાદ ખાતે નવનિર્મિત સિતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે આજે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સિતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમદાવાદ ખાતે નવનિર્મિત સિતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે આજે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સિતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ સમારોહ બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની ગાયોને અત્યંત પ્રેમપૂર્વક પોતાના હાથે ગોળ ખવડાવ્યો હતો.

આ તકે રાજ્યપાલશ્રીએ ગૌશાળાના પ્રાગણમાં વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌને ગૌસેવાની સાથે-સાથે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો આગ્રહ કર્યો હતો.

 

રાજ્યપાલશ્રીએ ગૌશાળા પરિસરમાં નિર્મિત ઘાસચારા ગોડાઉન અને દાણ સ્ટોરેજની મુલાકાત લીધી હતી. તેમણે પશુઓ માટે રાખવામાં આવેલા ચારાની ગુણવત્તા, ભંડારણ વ્યવસ્થા તથા ગૌશાળાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

ગૌશાળાની વિવિધ સુવિધાઓ અંગે ઝીણવટભરી જાણકારી મેળવ્યા બાદ, રાજ્યપાલશ્રીએ સંચાલકોને ગૌશાળાને સંપૂર્ણપણે સ્વાવલંબી બનાવવા, પરિસરમાં ઉત્તમ સ્વચ્છતા જાળવવા તેમજ ગોબર-ગૌમૂત્રના યોગ્ય ઉપયોગથી પ્રાકૃતિક ખાતરના નિર્માણ અંગે અત્યંત મહત્વપૂર્ણ અને વ્યવહારિક માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, એ.એમ.સી. ની ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન શ્રી ભાગ્યેશભાઈ પટેલ, પાણી પુરવઠા સમિતિના ચેરમેન શ્રી ધરમસિંહ દેસાઈ, બોડકદેવ વોર્ડના કોર્પોરેટર શ્રી દેવાંગભાઈ દાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સિતાવન ગીર ગૌશાળા

સંબંધિત સમાચાર