રાજપીપલા :- તાલુકાની લીમપુરા અને મોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજીને ગ્રામજનોને આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ બેનરો-પોસ્ટરો સાથે ગામમાં ફરીને મતદાન માટે ગ્રામજનોને જાગૃત કર્યા હતા.
લોકશાહીના આ મહાપર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાના સઘન પ્રયાસોના ભાગરૂપે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને સ્વીપ પ્રવૃત્તિના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિશાંત દવેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઠેર-ઠેર ચૂંટણી સંદર્ભે જાગૃતતા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.


