અમદાવાદ : ધ ઓડિસીના વર્લ્ડ પ્રીમિયરમાં, એકેડેમી એવોર્ડ વિજેતા અભિનેત્રી અને સ્ટાઈલ આઈકોન ચાર્લીઝ થેરોને લંડનના પ્રખ્યાત જ્વેલરી હાઉસ 'ગ્લેન સ્પાયરો' દ્વારા ડિઝાઈન કરાયેલી ઓલ્ડ-કટ 'ડેઝર્ટ ડાયમંડ'ની ઈયરિંગ્સ પહેરી હતી.
આશરે બે દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં લંડનમાં સ્થપાયેલું ગ્લેન સ્પાયરો, હાઈ-જ્વેલરી પ્રત્યેના તેના અનોખા દ્રષ્ટિકોણ અને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત તેમજ આકર્ષક જ્વેલરી હાઉસીસમાંના એક તરીકે પ્રસિદ્ધ છે. ગ્લેન સ્પાયરો અને જો સ્પાયરોના નેતૃત્વ હેઠળ, આ જ્વેલરી હાઉસ અજોડ અને પોતાની આગવી શૈલીના આભૂષણો બનાવવા માટે જાણીતું છે. અહીં દરેક અમૂલ્ય રત્નની વિશેષતાને આધારે જ તેની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે, જે પરંપરાગત હાઈ-જ્વેલરીની પરંપરાગત ડિઝાઇનોને બદલે સતત નવી રચના કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ડેઝર્ટ ડાયમંડ્સ પ્રકાશ અને પૃથ્વીના કુદરતી રંગો વચ્ચેના એક અદભુત તાલમેલનો સમન્વય રજૂ કરે છે, આ હીરા જે વિશાળ રણપ્રદેશોમાંથી મળી આવે છે, ત્યાંની કુદરતી સુંદરતા આ ડિઝાઇન્સમાં જોવા મળે છે. આ રત્નોની પ્રાકૃતિક રંગશ્રેણી વોર્મ વ્હાઈટ અને સનલિટ યલોથી લઈને શેમ્પેઈન, હની, વિસ્કી અને સનસેટબ્રાઉન જેવા રંગોનું વૈવિધ્ય ધરાવે છે - જે રણની રેતીન સોનેરી ઢુવા, અંબર સ્કાઈઝ અને આથમતા સૂરજની ક્ષિતિજ પર રેલાતી લાલિમાનો આબેહૂબ અહેસાસ કરાવે છે.