મુંબઈ : રેમન્ડ લિમિટેડે આજે ભાનુ પ્રકાશ શ્રીવાસ્તવની ડિફેન્સ બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી હતી, જે ભારતની ઝડપથી બદલાતી સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમમાં કંપનીનાં વ્યૂહાત્મક વિસ્તરણમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)માં લગભગ ચાર દાયકાઓના શાનદાર નેતૃત્વના અનુભવ સાથે ભાનુ પ્રકાશ સંરક્ષણ ટેકનોલૉજીઓ, કાર્યક્રમનો મોટા પાયે અમલ અને સંસ્થાગત નિર્માણમાં કુશળતાઓ ધરાવે છે. પોતાની નવી ભૂમિકામાં તેઓ રેમન્ડના ડિફેન્સ બિઝનેસનું નેતૃત્વ કરશે અને કંપનીને ભવિષ્ય માટે તૈયાર કરવા, ટેકનોલૉજી પર આધારિત ડિફેન્સ પ્લેટફૉર્મ બનાવવા વ્યૂહાત્મક વિઝનને આકાર આપવામાં, કાર્યકારી રૂપરેખા બનાવવામાં અને વિકાસનો એજન્ડા નક્કી કરવામાં ચાવીરૂપ કામગીરી કરશે.
જેમ જેમ ભારત પોતાના આત્મનિર્ભર ભારતના વિઝનને વેગ આપે છે અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને મજબૂત કરે છે, તેમ તેમ આ ક્ષેત્ર રાષ્ટ્રનાં વ્યૂહાત્મક અને ટેકનોલૉજીકલ પરિવર્તનનું ચાવીરૂપ આધાર તરીકે વિકસી રહ્યું છે. ભારતના સૌથી સન્માનિત સ્વદેશી ઉદ્યોગસાહસો પૈકીના એક તરીકે સદીથી વધારે કામગીરીના વારસાનું પીઠબળ ધરાવતું રેમન્ડ ગ્રૂપ આ રાષ્ટ્રીય પ્રયાસમાં પ્રદાન કરવાની સારી સ્થિતિમાં છે. ઉત્કૃષ્ટ ઉત્પાદન, એન્જિનીયરિંગ સચોટતા અને ઇનોવેશનમાં પોતાની ક્ષમતાઓને બળે કંપની ભારતમાં અત્યાધુનિક ક્ષમતાઓ વિકસાવવામાં વ્યૂહાત્મક રોકાણો કરી રહી છે, જે દેશની સંરક્ષણ સજ્જતાને ટેકો આપવાની સાથે ટેકનોલૉજીકલ સાર્વભૌમિકાની એની સફરમાં પ્રદાન કરે છે.
BELના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ભાનુ પ્રકાશે બજાર મૂડીકરણ ત્રણ ગણું વધારીને ~₹51,000 કરોડથી ₹1.5 લાખ કરોડ કર્યું હતું, ₹55,000+ કરોડના નવા ઑર્ડર મેળવ્યા હતા અને 100થી વધારે ઉત્પાદનો લૉંચ કર્યા હતા, તો R&D (સંશોધન અને વિકાસ) પ્રક્રિયાને મજબૂત કરી હતી. તેઓ રડાર, નેવલ અને સોનાર એમ તમામ સિસ્ટમ, મિસાઇલ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને વ્યૂહાત્મક સંચાર જેવા મહત્વપૂર્ણ મિશનનું નેતૃત્વ કર્યું હતું, સ્વદેશીકરણને પ્રોત્સાહન આપ્યું હતું અને ભારતની સંરક્ષણ ઇકોસિસ્ટમને આગળ ધપાવવા AI ઇન્ક્યૂબેશન સેન્ટર સ્થાપિત કર્યું હતું. રેમન્ડમાં ભાનુ પ્રકાશ કંપનીની સંરક્ષણ વ્યવસાયની લાંબા ગાળાની વ્યૂહરચનાને ઘડવાનું અને તેને લાગુ
કરવાનું કામ કરશે. તેઓ સચોટ ઉત્પાદનથી ઉચ્ચ-મૂલ્ય ધરાવતા સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, વિવિધ સિસ્ટમનું સંકલન અને તેની સાથે સંબંધિત એરોસ્પેસ અને ઓટોમોટિવ ટેકનોલોજીઓના ક્ષેત્રને વિકસાવવાનું કામ કરશે.
આ નિમણૂક પર રેમેન્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંધાનિયાએ કહ્યું હતું : "ભારતનું સંરક્ષણ ક્ષેત્ર વિકાસ, ઇનોવેશન અને આત્મનિર્ભરતાના એક નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે, જેનાથી મજબૂત ઇજનેરી ક્ષમતાઓ અને લાંબા ગાળાની કટિબદ્ધતા ધરાવતી કંપનીઓ માટે મોટી તકો ઊભી થઈ રહી છે. ભાનુ પ્રકાશની અનુભવી લીડરશિપ, જટિલ સંરક્ષણ કાર્યક્રમોની ઊંડી સમજણ અને ઉચ્ચ કાર્યદક્ષતા ધરાવતી કંપનીઓની લીડરશિપ કરવાનો સફળ ટ્રેક રેકોર્ડ તેમને રેમન્ડની સંરક્ષણ ક્ષેત્રની સફરને આગળ વધારવામાં આદર્શ લીડર બનાવે છે. અમને રેમન્ડ પરિવારમાં તેમનું સ્વાગત કરીને આનંદ થાય છે અને અમને ખાતરી છે કે, તેમનો અનુભવ ભારતીય સંરક્ષણ ઇકોસિસ્ટમમાં રેમન્ડને એક ભરોસાપાત્ર ખાનગી ક્ષેત્રના પાર્ટનર તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે."
પોતાની નવી ભૂમિકા વિશે ભાનુ પ્રકાશ શ્રીવાસ્તવે કહ્યું હતું, "રેમન્ડની વિકાસ સફરની આ મહત્વપૂર્ણ ક્ષણે તેની સાથે મારું જોડાવું મારા માટે સન્માનની વાત છે. કંપનીએ ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા, ગુણવત્તા અને ઇનોવેશનની એક શાનદાર વારસો ઊભો કર્યો છે, જેનાથી સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરવા એક મજબૂત આધાર તૈયાર થયો છે. ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ પર ધ્યા કેન્દ્રીત કરવાની જે તકો ઊભી થઈ રહી છે, એ અભૂતપૂર્વ છે અને હું લીડરશિપ ટીમ સાથે મળીને અલગ પ્રકારના ટેકનોલૉજી-આધારિત સમાધાનો બનાવવા, વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્પર્ધાત્મક સંરક્ષણ વ્યવસાય ઊભો કરવા આતુર છું."
ભાનુ પ્રકાશ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (BHU), વારાણસીમાંથી એન્જિનીયરિંગ ગ્રેજ્યુએટ છે અને તેમણે ઑપરેશન્સ, R&D (સંશોધન અને વિકાસ), માર્કેટિંગ, નેવલ સિસ્ટમો અને વ્યૂહાત્મક કાર્યક્રમના અમલીકરણમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદન અને ટેકનોલૉજી ક્ષમતાઓમાં 39 વર્ષ સમર્પિત કર્યા છે.