રેન્ટોમોજોએ અમદાવાદમાં એનો પ્રથમ એક્સપિરિયન્સ સ્ટોર ખોલ્યાં પછી તરત સુરત અને વડોદરામાં એની ફર્નિચર અને એપ્લાન્સ રેન્ટલ સર્વિસ શરૂ કરી છે. કંપની એના ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે કામ કરી રહી છે. કંપનીની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, અમદાવાદ અને ગાંધીનગરમાં એની હાલની હાજરી સાથે સુરત અને વડોદરામાં વિસ્તરણ ગુજરાતમાં એની કામગીરીમાં વધારી રહી હોવાનું પ્રતીક છે.
આ બંને શહેરોની પસંદગી ગ્રાહકના દ્રષ્ટિકોણથી રસપ્રદ છે. સુરત અને વડોદરા પરંપરાગત રીતે મજબૂત ઔદ્યોગિક અને ઉદ્યોગસાહસિક અર્થતંત્રો ગણાય છે, તો તેમની વ્યાવસાયિક ઇકોસિસ્ટમ સતત વધી રહી છે.
વડોદરા એન્જિનીયરિંગ, ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ્સમાં સ્થાપિત આધાર ધરાવે છે, જેની સાથે ગુજરાતનાં આ પ્રસિદ્ધ શહેરે ટેકનોલોજી, સેવાઓ અને સાનુકૂળ વર્કસ્પેસમાં કામગીરી વધારી છે. પરંપરાગત રીતે ટેક્સટાઇલ, ડાયમન્ડ અને ઉદ્યોગસાહસિકતા સાથે સંલગ્ન સુરત ટેકનોલોજી અને સેવાઓનાં મોટાં પ્લેટફોર્મ તરીકે પણ વિકસી રહ્યું છે.
આ શહેરો વ્યાવસાયિકોનો મોટો આધાર ઊભો કરી રહ્યાં છે, જ્યાં લોકો મોટાં મેટ્રોમાં ઉપભોક્તાઓ જેવી જીવનશૈલીઓ વધુને વધુ અપનાવી રહ્યાં છે, કામ માટે સતત અવરજવર કરે છે, સ્વતંત્ર રીતે ઘર બનાવી રહ્યાં છે અને ફ્લેક્સિબિલિટી પર વધારે ભાર મૂકે છે. આ પ્રકારના ગ્રાહકો કે ઉપભોક્તાઓ માટે ફર્નિચર અને ઉપકરણો ભાડે આપવાની ઓફર દરેક ચીજવસ્તુની ખરીદીનો વિકલ્પ ઓફર કરે છે, ખાસ કરીને જ્યારે મોબિલિટી કે રોકાણનો ગાળો અનિશ્ચિત હોય છે.
આ કન્ઝ્યુમર પ્રોફાઇલ રેન્ટોમોજોની કામગીરીની ખાસિયતો સાથે સારી રીતે ફિટ છે. કંપની ઓનલાઇન-ફર્સ્ટ મોડલ મારફતે ભાડે ફર્નિચર અને ઘરગથ્થું ઉપકરણો ઓફર કરે છે, જે મુખ્યત્વે યુવાન, શહેરી અને મોબાઇલ ઉપભોક્તાઓને ફ્લેક્સિબિલિટી અને સુવિધા પૂરી પાડે છે.
કંપની માટે વ્યસ્ત ગાળા વચ્ચે પણ આ વિસ્તરણ થયું છે. કંપનીએ તાજેતરમાં સેબીમાં એના સૂચિત IPO માટે મંજૂરી મેળવી છે.