મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

જૂન 2025 માં આરપીએફ અમદાવાદે કર્યા વિવિધ સરાહનીય કાર્યો

રેલવે સુરક્ષા બળ (આરપીએફ) અમદાવાદ મંડળ રેલવેની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને યાત્રીઓ ને મદદ કરવા માટે સતત કાર્યરત છે. જૂન 2025 મહિનામાં અત્યાર સુધી આરપીએફ દ્વારા યાત્રીઓને મદદ કરવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા, બાળકોનું રક્ષણ કરવા અને યાત્રીઓની સંપત્તિની સુરક્ષા હેતુ ઘણા નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા.

જૂન 2025 માં આરપીએફ અમદાવાદે કર્યા વિવિધ સરાહનીય કાર્યો

રેલવે સુરક્ષા બળ (આરપીએફ) અમદાવાદ મંડળ રેલવેની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને યાત્રીઓ ને મદદ કરવા માટે સતત કાર્યરત છે. જૂન 2025 મહિનામાં અત્યાર સુધી આરપીએફ દ્વારા યાત્રીઓને મદદ કરવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા, બાળકોનું રક્ષણ કરવા અને યાત્રીઓની સંપત્તિની સુરક્ષા હેતુ ઘણા નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા. મુખ્ય ઉપલબ્ધિઓ નીચે મુજબ છે: 

1.   ઓપરેશન 'નન્હે ફરિશ્તે'

આરપીએફએ રેલવે પરિસરમાં લાવારિસ અને અસહાય અવસ્થામાં મળી આવેલા 07 બાળકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરીને અને તેમને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી) અને જીઆરપી ને સોંપ્યા. આ કાર્ય બાળકોની સુરક્ષા અને પુનર્વસન તરફનો એક મજબૂત પ્રયાસ છે.  

2. ઓપરેશન 'સતર્ક" (ગેરકાયદેસર દારૂ સામે ઝુંબેશ)

ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે ચલાવવામાં આવેલા અભિયાનમાં આરપીએફ દ્વારા 04 કેસ પકડવામાં આવ્યા હતા, જેમાં કુલ ₹75,232 ની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે જીઆરપીને સોંપવામાં આવ્યા હતા.

3. ઓપરેશન 'નાર્કોસ'

કાંકરિયા યાર્ડમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે બે વ્યક્તિઓને ₹1,73,500 ની રકમના ગાંજા સાથે પકડવામાં આવ્યા હતા. બંને આરોપીઓને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી માટે જીઆરપીને સોંપવામાં આવ્યા હતા.

4. ઓપરેશન 'અમાનત' (ખોવાયેલ સામાન પરત આપ્યો)

મુસાફરો દ્વારા ખોવાયેલો કુલ ₹4,99,149 ની કિંમતનો સામાન વેરિફિકેશન પછી તેમને સોંપવામાં આવ્યો હતો.

5. ઓપરેશન 'યાત્રી સુરક્ષા'

યાત્રીઓની મિલકતની ચોરીમાં સંડોવાયેલા 03 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે જીઆરપીને સોંપવામાં આવી હતી.

6. નકલી ટીટીઈની ઓળખ

અમદાવાદ સ્ટેશન પર ટીટીઈની યુનિફોર્મમાં યાત્રીઓ પાસેથી કયું આર કોડના માધ્યમ થી  છેતરી રહેલા એક નકલી વ્યક્તિને આરપીએફએ પકડી પાડ્યો પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો. તેને જીઆરપી ને સોંપવામાં આવ્યો. 

આ અભિયાનોના માધ્યમથી આરપીએફ અમદાવાદે એ સિદ્ધ કર્યું કે તેઓ ના ફક્ત રેલવે સંપત્તિ અને યાત્રીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે પરંતુ માનવતા અને સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. રેલવે યાત્રીઓની સેવા અને સુરક્ષા આરપીએફની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 

fashion

સંબંધિત સમાચાર

travel