પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને સાબરમતી-હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરાનો વિસ્તાર કરવાનો અને તેને અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છે:
• ટ્રેન નં. 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ જે 29 જૂન, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 27 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે, આ ટ્રેન 6 જુલાઈથી 27 જુલાઈ, 2026 સુધી અમૃત ભારત રેકથી ચાલશે.
• ટ્રેન નં. 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ જે 30 જૂન, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 28 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે, આ ટ્રેન 7 જુલાઈથી 28 જુલાઈ, 2026 સુધી અમૃત ભારત રેકથી ચાલશે.
ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.
ટ્રેન નં. 09425 ના વિસ્તૃત ફેરા માટે બુકિંગ 28 જૂન, 2026 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.