બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લાંબા સમયથી બિગ બોસ હોસ્ટ કરી રહ્યો છે. હાલમાં તે રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી 2' હોસ્ટ કરતો જોવા મળી રહ્યો છે. અભિનેતાએ ઘણી વખત ગુસ્સામાં કહ્યું છે કે તે શો છોડવા માંગે છે. તાજેતરમાં જ સલમાન ખાને ખુલાસો કર્યો છે કે ઘણી વખત શો છોડવાની ધમકી આપ્યા પછી પણ તે શા માટે પાછો આવે છે. સલમાન ખાન કહે છે કે તેના ચાહકોનો સાચો પ્રેમ અને પ્રશંસા જ તેને દરેક વખતે પાછા આવવા માટે પ્રેરિત કરે છે.
સલમાને કારણ જણાવ્યું
સલમાન ખાને કહ્યું, 'મારા ફેન્સ મારી સૌથી મોટી ઉપલબ્ધિ અને ગૌરવ છે! હું આજે જે કંઈ પણ છું ફેંસના કારણે છું. હા, હું શોમાં મારો ગુસ્સો ગુમાવી બેઠો છું અને કેટલીકવાર બહાર જાઉ છું પણ હું હંમેશા એક અને માત્ર મારા ચાહકો માટે પાછો આવું છું જેઓ મારા વીકએન્ડ કા વારની આતુરતાથી રાહ જુએ છે.'
બિગ બોસ ઘણી ભાષાઓમાં આવે છે
'બિગ બોસ' એ ડચ રિયાલિટી શો બિગ બ્રધર પર આધારિત ભારતીય રિયાલિટી શો ફ્રેન્ચાઇઝી છે. 'બિગ બોસ' મૂળરૂપે હિન્દી ભાષામાં શરૂ કરવામાં આવ્યું હતું, અને ત્યારથી તે કન્નડ, બંગાળી, તમિલ, તેલુગુ, મરાઠી અને મલયાલમ સહિત ભારતીય ઉપખંડમાં બોલાતી સાત ભાષાઓમાં વિસ્તર્યું છે. સલમાન 2010 માં તેની સીઝન 4 સાથે શોમાં હોસ્ટ તરીકે જોડાયો હતો. ત્યારથી તે એક દાયકાથી વધુ સમય સુધી શોનો ભાગ છે.
લોકો બિગ બોસ ઓટીટી 2 જોવાનું પસંદ કરે છે
હાલમાં શોના OTT વર્ઝનના સ્પર્ધકોમાં પૂજા ભટ્ટ, એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, આશિકા ભાટિયા, મનીષા રાની, બબિકા ધુર્વે, જેડી હદીદ અને અવિનાશ સચદેવાનો સમાવેશ થાય છે. 'બિગ બોસ OTT 2' Jio સિનેમા પર પ્રસારિત થાય છે, જે દર્શકોને તેમના મનપસંદ પાત્રોનું 24x7 કવરેજ પ્રદાન કરે છે. સલમાનની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળ્યો હતો. તેમાં પૂજા હેગડે, શહેનાઝ ગિલ, રાઘવ જુયાલ અને પલક તિવારી છે. અભિનેતા આગામી સમયમાં કેટરિના કૈફ સાથે 'ટાઈગર' ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં જોવા મળશે.


