મુખ્ય સામગ્રી પર જાઓ

સમગ્ર દેશમાં તિરંગો લહેરાવીને જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગવા 'આપ'નું આહ્વાન

દેશભરમાં વોટ ચોરી માટે જવાબદાર ગણાવીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે વધુ વ્યાપક બન્યું છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે એક વિડિયો સંદેશ દ્વારા દેશના તમામ નાગરિકો, યુવાનો અને કાર્યકર્તાઓને આજે સાંજે પાંચ વાગ્યે પોતપોતાના સ્થાને તિરંગો લહેરાવીને શાંતિપૂર્ણ રીતે સરકારની દમનકારી નીતિઓનો વિરોધ કરવા અને રાજીનામાની માંગ કરી રહેલા યુવાનોનું સમર્થન કરવા હાકલ કરી છે.

સમગ્ર દેશમાં તિરંગો લહેરાવીને જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગવા 'આપ'નું આહ્વાન

અમદાવાદ / ગુજરાત | આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે વિડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં વોટ ચોરી માટે જવાબદાર વ્યક્તિ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ઉઠી રહી છે. સમગ્ર દેશમાં રસ્તા પર ઉતરેલા યુવાનોને મોદી સરકાર પોલીસના દમ પર કચડી નાખવા માંગે છે. વિપક્ષના તમામ નેતાઓની 2 ઓક્ટોબર બાદ અટકાયત કરવામાં આવી. યુવા નેતાઓને જંતર મંતર પર તિરંગો લહેરાવવાના કારણે જેલમાં નાંખવામાં આવ્યા. સરકાર વિચારી રહી છે કે લાઠીના દમ પર, પોલીસ કેસના દમ પર અને દમનના દમ પર આંદોલનને કચડી નાંખશે પરંતુ 2 ઓક્ટોબર બાદ સરકારે જેટલા પણ દમનકારી પ્રયાસો કર્યા એના પછી પણ આંદોલન આગળ વધી રહ્યું છે.

'આપ' ના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, આજે સીજેપીએ સમગ્ર દેશમાં તિરંગો લહેરાવો અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટી પોતાના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને નિવેદન કરે છે કે દેશને બચાવવા અને લોકતંત્રને બચાવવા આપ તમામ લોકો પોતપોતાના સ્થાને પોતપોતાના વિસ્તારમાં ’તિરંગા લહેરાવો’ અભિયાનમાં સામેલ થાવ અને એનું સમર્થન કરો. આપણે શાંતિપૂર્વક આ અભિયાનને આગળ વધારવાનું છે સરકાર અરાજકતા પેદા કરવા માંગે છે, એટલા માટે જંતર મંતર પર આંદોલનની પરમિશન નથી આપી રહી અને હવે સેન્ટ્રલ પાર્કને પણ બંધ કરી દેવામાં આવેલ છે. સરકાર કોશિશ કરી રહી છે કે આ આંદોલનને ભડકાવવામાં આવે. આ દેશના તમામ સામાજિક આગેવાનો, વિદ્યાર્થી નેતાઓ, અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ સહિત દરેક નાગરિકોને હું અપીલ કરવા માગું છું કે આપણે આ આંદોલનને શાંતિપૂર્વક રીતે આગળ વધારવાનું છે અને આજે સાંજે 5:00 વાગે તિરંગો લહેરાવીને આપણે સરકારની તાનાશાહીનો વિરોધ કરવાનો છે અને જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગી રહેલા યુવાનોનું સમર્થન કરવાનું છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ગોપાલ રાય વિરોધ પ્રદર્શન જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

સંબંધિત સમાચાર