સની દેઓલની આગામી ફિલ્મ 'સૂર્યા'નું ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં રવિ કિશન અને પ્રજ્ઞા જયસ્વાલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 'બટવારા ' પછી સની દેઓલની આ નવી ફિલ્મ દર્શકોમાં ઉત્સુકતા જગાવી રહી છે.
ફિલ્મ 'સૂર્યા'નું નિર્દેશન એમ. પદ્મકુમારે કર્યું છે. એમ.એમ. મુવીઝ બેનર હેઠળ દીપક મુકુટ, હેમંત મુકુટ, લોકેશ મુકુટ અને કમલ મુકુટ આ પ્રોજેક્ટના નિર્માતા છે. આ ફિલ્મમાં સની દેઓલ એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે, જે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેના સત્યને ઉજાગર કરે છે.
સની દેઓલે સોશિયલ મીડિયા પર 'સૂર્યા'નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તેમના પાત્રની ઝલક અને ફિલ્મની રહસ્યમય કથા જોવા મળે છે. તેમણે પોસ્ટર સાથે લખ્યું કે, "ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ફસાયેલો, તે સત્યને ઉજાગર કરે છે! કમલ મુકુટની 'સૂર્યા': અંત સે આરંભ તક!"
આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાઈ છે. અમદાવાદ એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ ફિલ્મ દર્શકોને એક અનોખો અનુભવ આપવા તૈયાર છે. 'સૂર્યા' સની દેઓલના ચાહકો માટે એક મોટી ભેટ સાબિત થશે, જેઓ તેમની એક્શન ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.