અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક ગંભીર મુદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા એક મહિનાથી હેલ્મેટની ડ્રાઇવ ચાલતી હતી તેમાંથી 5 કરોડ 21 લાખ રૂપિયાનો દંડ ગુજરાતની જનતા પાસેથી વસૂલવામાં આવ્યો છે. આ સિવાય મહાનગરપાલિકાના પેઈડ પાર્કિંગ માં પાંચ મિનિટ પણ વધારે થઈ જાય તો પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. સિગ્નલ પર પણ એક સેકન્ડની પણ ભૂલ થાય તો ઘરે ઈ મેમો આવી જાય છે. એટલે કે હેલ્મેટના નામે પાર્કિંગના નામે ઈ મેમોના નામે ગુજરાતની જનતાએ બસ દંડ ભરવાનો. તો જે કેમેરા મુકાયેલા છે એમાં કોઈ બુટલેગરો ઝડપતા નથી, ચાલુ ગાડીમાં દારૂ પીતા હોય કે પછી સીસીટીવીમાં સીટબેલ્ટ દેખાય પરંતુ દારૂનો ગ્લાસ કે બીયર નું ટીન પડેલું દેખાતું નથી. તો જનતા પાસે ફક્ત ટેક્સ અને દંડ લેવામાં આવે છે અને જનતા જ્યારે પોતાની સુવિધા માંગવા જાય તો લાંબી લાંબી લાઈનો હોય, “કાલ આવજો પરમ દિવસ આવજો” કે પછી “આ પુરાવા લાવો તે પુરાવા લાવો” એમ કરીને ધક્કા ખવડાવવામાં આવે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, જનતાને જ્યારે સુવિધા આપવાની હોય છે, ત્યાં કંઈ હોતું નથી પરંતુ ત્યાં માત્ર લાઈનો હોય છે ધક્કા હોય છે અને સરકારી જવાબ હોય છે. જ્યારે જનતા પાસેથી કંઈ લેવાની વાત આવે છે ત્યારે “આ નથી કર્યું તે નથી કર્યું” કે “આ ગુનો પેલો ગુનો” એમ કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જનતા પાસેથી બેફામ રીતે સરકારી તંત્ર, એમને મળતીયાઓ એમના કોન્ટ્રાક્ટરો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. અને સરકારી સુવિધાના નામે ગુજરાતની જનતા વારંવાર ધક્કા ખાય છે. તો આ પરિસ્થિતિ સુધરવી જોઈએ કારણ કે માત્ર દંડ ઉઘરાવી લેવાથી કે પછી લોકોને સુવિધા નહીં આપીને કઈ ચાલવાનું નથી. જનતા પાસેથી કેટલો દંડ ઉઘરાવ્યા એમાં માત્ર ફોકસ કરવાની જગ્યાએ લોકોને સુવિધાઓ આપવામાં અને સરકારી કચેરીઓમાં લોકોને જ ધક્કા ખવડાવવામાં આવે છે એમાંથી લોકોની રાહત મળે એવો કોઈ પ્લાન ગુજરાત સરકાર પાસે છે કે નથી? જનતા પાસેથી દંડ ઉઘરાવીને સરકાર ચલાવી પોતાના મળતીયા અને પોતાના કોન્ટ્રાક્ટરો રાજી કરવામાં આવે છે અને ચૂંટણી સમયે એ પૈસાનો બેફામ દુરુપયોગ કરવામાં આવે છે અને એક પછી એક ચૂંટણીમાં જીત મેળવવાનો પ્લાન જ તમે બનાવતા રહો છો. ગુજરાત સરકાર અને તંત્રનું કામ છે કે જનતાને યોગ્ય સુવિધા આપવાનું નહીં કે ફક્ત ટેક્સના નામે લુંટવાનું.
આમ આદમી પાર્ટી ગુજરાત