મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્ર તમિલ સંગમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું હતું કે,પુથાંડુ (તમિલ નવવર્ષ)ના વિશેષ અવસર પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ છે

સૌરાષ્ટ્ર તમિલ સંગમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈથી એસટી સંગમમ માટે પ્રથમ બેચને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી તે બાબતે ટ્વિટ કરીને પ્રશંસા કરી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે,પુથાંડુ (તમિલ નવવર્ષ)ના વિશેષ અવસર
પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ છે.

સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને આ કાર્યક્રમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ અન્ય ટ્વિટ કરીને ટ્રેનમાં ગુજરાત આવવા નીકળેલા લોકોના ઉત્સાહનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એક બાળક તમામ મુસાફરોનો ભક્તિ-સંગીતથી ઉત્સાહ વધારી રહ્યો હોવા અંગે તેમણે પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ દસ દિવસીય કાર્યક્રમમાં અલગ-અલગ બેચમાં સોરાષ્ટ્ર મૂળના તથા સૌરાષ્ટ્ર મૂળ સિવાયના તમિલો અનુક્રમે ૭૦:૩૦ના ગુણોત્તરમાં ભાગ લેવાના છે. જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, વણકરો,શિક્ષકો વગેરે સમુદાયોનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના આવન-જાવન માટે ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન છે, જે પૈકી પ્રથમ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા રવાના થઈ ચૂકી છે. જે સંભવિત ૧૭ એપ્રિલના રોજ ગુજરાત પહોંચશે.

સંબંધિત સમાચાર