મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્રમાં વરસાદની અછત મુદ્દે ઇસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ચાલેલી લડત આખરે રંગ લાવી : મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આખરે ગુજરાત સરકારે દુષ્કાળ જાહેર કર્યો છે, કારણ કે છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની અછતને લઈને આમ આદમી પાર્ટીના ઇસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં સતત માંગણી કરવામાં આવી રહી હતી કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને બચાવી લેવામાં આવે.

સૌરાષ્ટ્રમાં વરસાદની અછત મુદ્દે ઇસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ચાલેલી લડત આખરે રંગ લાવી : મનોજ સોરઠીયા

સુરત / ગાંધીનગર | 

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આખરે ગુજરાત સરકારે દુષ્કાળ જાહેર કર્યો છે, કારણ કે છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની અછતને લઈને આમ આદમી પાર્ટીના ઇસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં સતત માંગણી કરવામાં આવી રહી હતી કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને બચાવી લેવામાં આવે. આટલા સમય પછી આખરે સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતા આપણે તમામ ખેડૂતોને અને ઈસુદાનભાઈ ગઢવીને અભિનંદન પાઠવીએ છીએ કે તેમની આ લડત રંગ લાવી છે.પરંતુ આ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા પછી જે રાહતની વિગતો સામે આવી છે તેને જોઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની મજાક ઉડાવી રહી છે અને તેમને ખેડૂતોના મતોની બિલકુલ જરૂર નથી, કારણ કે ભાજપના એક પણ નેતામાં ખેડૂતો પ્રત્યે કોઈ સંવેદના બચી નથી. 

’આપ' નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે રાહતની આ નાની અમથી રકમ અને એ પણ માત્ર બે એકર પૂરતી મર્યાદિત રાખીને ઘાસચારાની વ્યવસ્થા તેમજ પાણી નહીં આપવાની બોર્ડની જાહેરાત કરાઈ ચૂકી છે, જેથી શિયાળુ કે ઉનાળુ પાક તો ભૂલી જાવ કારણ કે જાહેર કરાયેલું આ દુષ્કાળ રાહત પેકેજ માત્ર એક મજાક અને લોલીપોપ સમાન છે. ખેડૂતો, ખેતમજૂરો અને પાટીદારો સહિતના તમામ વર્ગ-સમાજના લોકો હવે આ સરકારથી ત્રસ્ત થઈ ગયા છે અને તેમને સત્તા પરથી ઉખાડી ફેંકશે, જેથી જો સમયસર નહીં સંભાળીએ તો આવનારા દિવસો વધુ ખરાબ બનશે અને આપણે સૌએ સાથે મળીને ૨૦૨૭માં આ ખેડૂતોની મજાક ઉડાવતી સરકારને સત્તા પરથી હટાવી દેવાની છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી મનોજ સોરઠીયા ઇસુદાનભાઈ ગઢવી

સંબંધિત સમાચાર