મુખ્ય સામગ્રી પર જાઓ

સાવલીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમી રમતો

સાવલી: 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સાવલી સ્થિત કે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (કેજેઆઈટી) કોલેજ કેમ્પસ ખાતે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોલેજ મેદાન પર યુવા વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ, હેન્ડબોલ અને રસાખેંચ જેવી રમતો રમીને યુવાનોનો જોશ અને ઉત્સાહ બમણો કર્યો હતો.

સાવલીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમી રમતો

‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત સાવલી સ્થિત કે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (KJIT) કોલેજ સંકુલ ખાતે આજે સવારે અનોખો ઉત્સાહ અને ઊર્જા જોવા મળી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કોલેજના રમતગમત મેદાન પર ઉપસ્થિત યુવાનો અને છાત્રો સાથે ફૂટબોલ, હેન્ડબોલ તેમજ રસાખેંચ (ટગ ઓફ વૉર) સહિતની વિવિધ રમતો રમીને યુવા સાથીઓનો જોશ બમણો કર્યો હતો.

 

ખેલકૂદ દરમિયાન યુવાનો સાથે ખભેખભા મિલાવી મેદાનમાં ઊતરેલા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી સીમિત નથી, પરંતુ તે યુવાનોમાં ટીમ સ્પીરિટ, સંઘર્ષ સામે લડવાની ક્ષમતા અને નેતૃત્વ જેવા ગુણોનું સિંચન કરે છે. ‘ફિટ ઇન્ડિયા’ અને ‘ખેલ મહાકુંભ’ થકી રાજ્યના યુવાનોમાં ઊભી થયેલી ખેલદિલી રાષ્ટ્રનિર્માણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે.

 

રમતગમત બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ૫૦૦થી વધુ સેવાભાવી યુવાનો સાથે બાઇક રેલીની પુનઃ શરૂઆત કરાવી હતી. સેવાના સંકલ્પ સાથે નીકળેલી આ બાઇક રેલીએ દાહોદ રૂટ તરફ આગળ પ્રસ્થાન કર્યું છે.

Tags: ફૂટબોલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સેવા સંકલ્પ અભિયાન સાવલી હેન્ડબોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી

સંબંધિત સમાચાર