મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

સાસણ ગીરમાં સયાજી હોટેલ્સનો ભવ્ય પ્રવેશ: 'ધ ફોરેસ્ટ ચેપ્ટર' સાથે જંગલ સફારીનો લક્ઝરી અનુભવ

સયાજી હોટેલ્સે સાસણ ગીરમાં તેની નવી સબ-બ્રાન્ડ 'ધ ફોરેસ્ટ ચેપ્ટર' (TFC) ના શુભારંભની જાહેરાત કરી છે. ગીર નેશનલ પાર્ક નજીક સ્થિત આ બુટિક રિસોર્ટમાં 25 સુસજ્જિત પ્રીમિયમ કોટેજ અને વિલા છે, જે આધુનિક સુવિધાઓ અને ગ્રામીણ આકર્ષણનું મિશ્રણ ધરાવે છે. અહીં મહેમાનો માટે 'એમ્બર એન્ડ લીફ' રેસ્ટોરન્ટ અને રૂફટોપ કાફેની સુવિધા પણ છે.

સાસણ ગીરમાં સયાજી હોટેલ્સનો ભવ્ય પ્રવેશ: 'ધ ફોરેસ્ટ ચેપ્ટર' સાથે જંગલ સફારીનો લક્ઝરી અનુભવ

સાસણ ગીર : અનુભવલક્ષી આતિથ્યમાં પોતાની હાજરીનો વિસ્તાર કરતા, સયાજી હોટેલ્સે ગર્વ સાથે ધ ફોરેસ્ટ ચેપ્ટર (ટીએફસી) બાય સયાજી, સાસણ ગીરના શુભારંભની જાહેરાત કરી છે, જે ગુજરાતના જંગલના મધ્યમાં સ્થિત એક બુટિક રીટ્રીટ છે. પ્રકૃતિના ખોળામાં વન રોકાણ માટે ડિઝાઇન કરાયેલ, સાસણ ગીરમાં આવેલું આ રિસોર્ટ સયાજીની નવી સબ-બ્રાન્ડ, ધ ફોરેસ્ટ ચેપ્ટરની શરૂઆતને ચિહ્નિત કરે છે, જે ભારતના સૌથી પ્રાચીન લેન્ડસ્કેપ્સમાં સુનિયોજિત પ્રવાસ-રોકાણ માટે સમર્પિત છે. 

સુપ્રસિદ્ધ ગીર નેશનલ પાર્કની નજીક આવેલું, આ સાસણ ગીરનું સૌથી શ્રેષ્ઠત્તમ રિસોર્ટ છે, જે મહેમાનોને સમજી-વિચારીને ડિઝાઇન કરેલી જગ્યાઓ અને હૃદયને સ્પર્શતા આતિથ્ય-સત્કારના માધ્યમથી જિંદગીની ગતિને ધીમી પાડવા અને પ્રકૃતિ સાથે ફરીથી જોડાવા માટે આમંત્રણ આપે છે. આ જોડાણને વધુ વધારતા, આ રિસોર્ટ તલ્લીન કરી દેતા સ્થાનિક સ્તરના અનુભવોની વણઝાર રજૂ કરે છે, જેનાથી અતિથીઓ આ પ્રદેશની સમૃદ્ધ જૈવવિવિધતા, સંસ્કૃતિ અને કુદરતી વાતાવરણ સાથે સાર્થક રીતે જોડાઇ શકે છે.

સાસણ ગીરમાં આવેલ આ રિસોર્ટમાં 25 સુસજ્જિત કોટેજ અને વિલા છે, જેમાં પ્રીમિયમ કોટેજ, સુપિરિયર કોટેજ અને સ્યુટ વિલાનો સમાવેશ થાય છે, જે દરેક ગામઠી આકર્ષણને આધુનિક સગવડતાઓ સાથે મિશ્રિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. વિશાળ ઇન્ટેરિયર્સ, ધરતીનું સૌંદર્ય અને શાંત વાતાવરણ આરામ અને રોમાંચ બંનેની ખોજમાં હોય તેવા પ્રવાસીઓ માટે જંગલમાં રોકાણ કરવાનો એક શાંતિમય અનુભવ પૂરો પાડે છે. 

રિટ્રીટમાં રસોઈનો અનુભવ પણ એટલો જ આકર્ષક છે, જેમાં એમ્બર એન્ડ લીફ સ્થાનિક સ્વાદ અને વૈશ્વિક તકનીકોથી પ્રેરિત થઇને વિવિધ પ્રકારની વાનગીઓને પીરસે છે, આ સાથે અહીં એક રૂફટોપ કાફે પણ છે જ્યાં મહેમાનો ખુલ્લા આકાશ નીચે બેસીને ભોજનનો આનંદ માણી શકે છે. રહેવાની વ્યવસ્થા ઉપરાંત, સાસણ ગીરમાં આવેલું આ રિસોર્ટ સુનિયોજિત આઉટડોર જગ્યાઓથી સુસજ્જ છે, જેમાં એક સુંદર લોનનો પણ સમાવેશ થાય છે, જે સ્નેહમિલન, સમારંભ અને વિશિષ્ટ ઇવેન્ટ્સ માટે આદર્શ છે.

લોન્ચ પ્રસંગે બોલતા, સયાજી હોટેલ્સના એસોસિયેટ જનરલ મેનેજર રાજેન્દ્ર જોશીએ જણાવ્યું, “ધ ફોરેસ્ટ ચેપ્ટરના શુભારંભ સાથે, અમે એક નવું હોસ્પિટાલિટી વર્ટિકલ રજૂ કરીને ગર્વ અનુભવી રહ્યાં છે, જે પ્રકૃતિ, અધિકૃતતા અને જંગલ સફારી જેવા ગાઢ અનુભવોની ખોજમાં રહેતા આજના પ્રવાસીઓની બદલાતી પસંદગીઓને દર્શાવે છે. આ લોન્ચ સયાજી હોટેલ્સ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે અમે અમારા વર્તમાન પોર્ટફોલિયોથી આગળ વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલ અને વિશેષ સ્થળો પર આવેલ રીટ્રીટ્સ તરફ વિસ્તરણ કરી રહ્યાં છીએ. સાસણ ગીર, તેની સમૃદ્ધ જૈવવિવિધતા અને અદમ્ય સુંદરતા સાથે, આ યાત્રાની એક શ્રેષ્ઠત્તમ શરૂઆત છે.” 

આ ઉપરાંત, ધ ફોરેસ્ટ ચેપ્ટર બાય સયાજી, સાસણ ગીરના મેનેજિંગ ડિરેક્ટર મનીષ બોઘરાએ જણાવ્યું, “ધ ફોરેસ્ટ ચેપ્ટરને સાસણ ગીરમાં લાવવું એ અમારા માટે એક સન્માનની વાત છે, આ એક એવું સ્થળ છે જેનું કુદરતી અને સાંસ્કૃતિક રીતે અપાર મહત્વ છે. અમારૂં વિઝન એક એવું રિટ્રીટ તૈયાર કરવાનું હતું જે ન માત્ર તેની આસપાસના વાતાવરણને જ પૂરક બનાવે, પરંતુ આ પ્રદેશમાં સમગ્ર આતિથ્ય સેવાને પણ વધુ ઉન્નત બનાવે. ચોમાસા દરમિયાન બંધ રહેતા ઘણા વન્યજીવન સ્થળોથી વિપરીત, સાસણ ગીરમાં આખું વર્ષ સફારીનો અનુભવ માણી શકાય છે, તેથી અતિથીઓને દરેક ઋતુમાં આ વન્ય વિસ્તારમાં હરવા-ફરવાની એક અનોખી તક મળે છે. અમારૂં માનવું છે કે આ રિસોર્ટ આરામ, અધિકૃતતા અને જંગલ સફારી જેવા સાર્થક અનુભવોનું એક અનોખું મિશ્રણ પુરૂં પાડશે, જે આ પ્રદેશમાં પ્રકૃતિ-આધારિત રોકાણ માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે.”

રાજકોટ ઇટરનેશનલ એરપોર્ટ અને જૂનાગઢ રેલ્વે સ્ટેશન સુધી સરળ પહોંચ સાથે વ્યૂહાત્મક રીતે સ્થિત, આ રીટ્રીટ સુલભતા અને એકાંત બંને સુવિધા પ્રદાન કરે છે, જે તેને શહેરી પ્રવાસીઓ માટે રજા માણાવા માટેનું એક આદર્શ સ્થળ બનાવે છે. આ લોન્ચ સાથે, સયાજી હોટેલ્સ તેના પોર્ટફોલિયોને વિસ્તારવાનું જાળવી રાખે છે, જે તેના ઉષ્માભર્યા પરોણાગતિના વારસાને નવા યુગની અનુભવ આધારિત મુસાફરીની રજૂઆત સાથે મિશ્રિત કરે છે. ધ ફોરેસ્ટ ચેપ્ટરની કલ્પના ભારતના સૌથી મનમોહક કુદરતી સ્થળોએ રિટ્રીટના વધતા સમૂહ તરીકે કરવામાં આવી છે.

fashion

સંબંધિત સમાચાર

travel