મુંબઈ : આઈકોનિક ટાટા સિયેરાએ ધામધૂમથી કમબેક કર્યું છે,સ જેણે ભારતના વાહનના શોખીનોને આકર્ષિત કર્યા છે. બુકિંગ વિધિસર રીતે ખૂલવાના પ્રથમ દિવસે જ સિયેરાએ ગ્રાહક રોમાંચ અને વિશ્વાસમાં નવું સીમાચિહન સ્થાપિત કરતાં 70,000થી વધુ બુકિંગ્સનું સમર્થન પ્રાપ્ત કર્યું છે અને વધુ 1.35 લાખ ગ્રાહકોએ બુકિંગની વિધિઓ પૂર્ણ કરવાનું પ્રગતિને પંથે છે ત્યારે તેમનું અગ્રતાનું કોન્ફિગ્યુરેશન સુપરત કર્યું છે. આ અદભુત પ્રતિસાદ સિયેરાનો આઈકોનિક દરજ્જો અને તેના ભારતના ગ્રાહકોના મન અને હૃદયમાં પ્રીમિયમ મિડ- એસયુવી રીતે આકર્ષણને અધોરેખિત કરે છે.
બુકિંગના માઈલસ્ટોન વિશે બોલતાં ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના ચીફ કમર્શિયલ ઓફિસર શ્રી વિવેક શ્રીવત્સે જણાવ્યું હતું કે, “આ અદભુત પ્રતિસાદ માટે અમારા ગ્રાહકોને અમે મનઃપૂર્વક આભારી છીએ, જેણે ફરી એક વાર ટાટા સિયેરાના દંતકથા સમાન દરજ્જાને સમર્થન આપ્યું છે. નિયમોની વ્યાખ્યા કરતા તેના વારસાને સાર્થક ઠરાવતાં સિયેરાએ નવી શ્રેણી- પ્રીમિયમ મિડ- એસયુવીમાં આગેવાની કરી છે. ઉત્ક્રાંતિ પામતી ગ્રાહકોની આકાંક્ષાઓની ઊંડી સમજનો લાભ લેતાં તેણે મિડ- સાઈઝ એસયુવી શું હોઈ શકે તેની નવી કલ્પના કરી છે. દરેક પરિમાણ- જગ્યા, આરામ, લક્ઝરી, સુરક્ષા અને રોજબરોજની ઉપયોગક્ષમતાને સમૃદ્ધ બનાવતાં સિયેરાએ સેગમેન્ટને સંપૂર્ણ નવી બેન્ચમાર્ક પર પહોંચાડી દીધું છે. સિયેરા વાહનથી પણ વિશેષ છે. તે પ્રગતિ, વ્યક્તિગતતા અને આકાંક્ષાની પ્રતીક છે.”
25 નવેમ્બર, 2025ના ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ દ્વારા લોન્ચ કરાયેલી સંપૂર્ણ નવી ટાટા સિયેરા લગભગ ત્રણ દાયકાથી આકાંક્ષાઓ, ઓળખ અને યાદોને આકાર આપતી આઈકોનનો પુનર્જન્મ છે. નવા યુગ માટે સૂઝબૂઝપૂર્વક નવેસરથી ઘડવામાં આવેલી સિયેરાએ અત્યાધુનિક મોડર્નિટીને અપનાવવા સાથે તેના દંતકથા સમાન વારસા અને અજોડ ડીએનએનું સંવેર્ધન કર્યું છે. તે સિદ્ધિ, વ્યક્તિગતતા અને ખોજના જોશનું શક્તિશાળી પ્રતીક તરીકે ઊભી છે, જે જૂની ઘરેડથી દૂર જવા અને શક્ય છે તેની વ્યાખ્યા કરવા માટે આમંત્રણ છે. ત્રણ આધુનિક પાવરટ્રેન્સ- 1.5 લિ. ક્રાયોજેટ ડીઝલ, 1.5 લિ ટીજીડીઆઈ હાઈપેરિયન પેટ્રોલ અને 1.5 લિ એનએ રેવોટ્રોન પેટ્રોલ સાથે ઉપલબ્ધ સિયેરા વિવિધ ડ્રાઈવિંગની જરૂરતોમાં સહજ, આત્મવિશ્વાસુ પરફોર્મન્સ પ્રદાન કરે છે.


