મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

11 જૂન ના રોજ વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે.

11 જૂન ના રોજ વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ  પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે:

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેન

* 11  જૂન 2025  ની ટ્રેન સંખ્યા  19036  મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
•11 જૂન 2025ની ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ
રહેશે.
•11 જૂન 2025ની ટ્રેન સંખ્યા 12930 વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ
રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

* 11  જૂન 2025 ની ટ્રેનસંખ્યા  22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રિશિડયુલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો

1 . 11 જૂન 2025  ની ટ્રેન સંખ્યા 12010  અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે.
2 . 11 જૂન 2025 ની ટ્રેન સંખ્યા  16533  ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55  મિનિટ રેગ્યુલેટ રેહશે
3. 11 જૂન 2025 ની ટ્રેનસંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે.
4. 11 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20626  ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે.
 
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતીમાટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે .

fashion

સંબંધિત સમાચાર

travel