મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લાનાં રમતવીરોએ આણંદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો

તાજેતરમાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તા. ૦૧ જૂનથી તા. ૦૩જી જૂન સુધી રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધા આણંદ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો.

નર્મદા જિલ્લાનાં રમતવીરોએ આણંદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો

રાજપીપલા : તાજેતરમાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તા. ૦૧ જૂનથી તા. ૦૩જી જૂન સુધી રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધા આણંદ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં નર્મદા જિલ્લાની શ્રી અંબુભાઇ પુરાણી સ્કૂલનાં U -૧૭ ભાઈઓ હેન્ડબોલ લીગ ટુર્નામેન્ટ બાદ નોક આઉટ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ દ્રારા અદભુત પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, શાળાના આચાર્યશ્રી, હેન્ડબોલ કોચશ્રી સંદિપ બારોટશ્રીના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓ ખુબ જ ઉમદા પ્રદર્શન કરી નર્મદા જિલ્લા તથા શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલનું ગૌરવ વધારેલ છે.

સંબંધિત સમાચાર