મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગાંધીધામ અને સાબરમતી રેલ્વે સ્ટેશનો પર હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન

પશ્ચિમ રેલ્વેના આરપીએફ પોસ્ટ, સાબરમતી અને ગાંધીધામ રેલ્વે સ્ટેશનો પર 6 અને 7 ઓગસ્ટ 2025 ના રોજ વાર્ષિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 80 થી વધુ રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમની વિસ્તૃત હેલ્થ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં, ડોકટરોએ કર્મચારીઓની ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશર (BP), ઇસીજી  અને સામાન્ય શારીરિક તપાસ (GPE) ની તપાસ કરી હતી, કેમ્પમાં હાઈ બ્લડ પ્રેશર ના 7 અને ડાયાબિટીસના 4 નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જરૂરી પરામર્શ પણ આપવામાં આવ્યો હતો.

કેમ્પમાં વિશેષ રૂપે ડાયાબિટીસ અને હૃદયરોગને રોકવા માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને દવાઓના યોગ્ય ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે, કર્મચારીઓને ભવિષ્યમાં આરોગ્ય સંભાળ માટે જરૂરી દવાઓ અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
આ કેમ્પનું આયોજન ગાંધીધામ સ્ટેશન પર ડૉ. શાશ્વત વિશ્વાસ અને સબ-ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ, ગાંધીધામની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાબરમતી ખાતે, ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફે સફળતાપૂર્વક કેમ્પનું સંચાલન કર્યું હતું.

fashion

સંબંધિત સમાચાર

travel