મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વચ્છતા હી સેવા - 2025 અંતર્ગત નર્મદા જિલ્લાની DLSSના ખેલાડીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

 “સ્વચ્છતા હી સેવા - 2025” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલાના ખેલાડીઓએ આગવું યોગદાન આપ્યું હતું.

સ્વચ્છતા હી સેવા - 2025 અંતર્ગત નર્મદા જિલ્લાની DLSSના ખેલાડીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

રાજપીપલા : “સ્વચ્છતા હી સેવા - 2025” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલાના ખેલાડીઓએ આગવું યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓએ જિલ્લાના વિવિધ ખેલ મેદાનોની આજુબાજુ સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. મેદાનમાં એકત્ર થયેલો કચરો દૂર કરી સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે તે માટે ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી.

આ વેળાએ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દ્વારા ખેલાડીઓને સ્વચ્છતા આપણા જીવનનો અભિન્ન ભાગ છે અને રમતવીર તરીકે મેદાન સાથે સાથે પોતાના આસપાસનું પર્યાવરણ સ્વચ્છ રાખવાની જવાબદારી સૌએ નિભાવવી જોઈએ, તેવો સંદેશ આપ્યો હતો.

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસથી ખેલાડીઓમાં સેવા ભાવના સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ કેળવાઈ છે. સાથે સાથે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં પણ સ્વચ્છતા પ્રત્યેનો સકારાત્મક સંદેશ પ્રસર્યો છે.

સંબંધિત સમાચાર